ઋષિકેશઃ મહિલાઓને સમ્મોહિત કરી લાખોની ઠગી કરનારા બાબો ઝડપાયો, આવી રીતે કરતો હતો હિપ્નોટાઇઝ

બાબા યોગી પ્રિયવ્રત અનિમેષે માનસિક રીતે ત્રસ્ત મહિલાને સમ્મોહિત કરી સાજા કરવાના બહાને લાખો રૂપિયાની ઠગી કરી

બાબા યોગી પ્રિયવ્રત અનિમેષે માનસિક રીતે ત્રસ્ત મહિલાને સમ્મોહિત કરી સાજા કરવાના બહાને લાખો રૂપિયાની ઠગી કરી

 • Share this:
  સતેન્દ્ર બર્તવાલ, દહેરાદૂન. ઋષિકેશમાં પોલીસ (Rishikesh Police)એ મહિલાઓને સમ્મોહિત કરી ઠગી કરનારા બાબા યોગી પ્રિયવ્રત અનિમેષ (Baba Yogi Priyavrata Animesh)ની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ, ઋષિકેશના એક વેપારીએ બાબા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં વેપારીએ કહ્યું હતું કે, તેની પત્નીને થોડીક માનસિક સમસ્યા છે. તેનો ફાયદો ઉઠાવીને યોગી પ્રિયવ્રત અનિમેશે પત્નીને સમ્મોહિત કરીને પોતાના વશમાં કરી દીધી.

  ત્યારબાદ બાબા યોગી પ્રિયવ્રત અનિમેષે આધ્યાત્મિક સારવાર કરવાના બહાને અનેકવાર પોતાના નિવાસસ્થાને બોલાવી દવાઓ પણ આપી. સાથોસાથ સમ્મોહિત (Hypnotize) કરી યોગી પ્રિયવ્રત અનિમેષે પત્ની સાથે અલગ-અલગ દિવસે ડિસેમ્બર 2019થી અત્યાર સુધી એક રૂદ્રાક્ષની માળા, સોનાનો બ્રેસલેટ, રૂદ્રાક્ષ બ્રેસલેટ, સોનાની માળા, સોનાની 4 અંગૂઠી, તુલસીની માળા અને કેટલાક રોકડા રૂપિયા ઠગી દીધા. આ ફરિયાદના આધારે પોલીસે કલમ 323, 386, 405, 506 અને કલમ 420 હેઠળ કેસ નોંધી આરોપી બાબાની ધરપકડ કરી છે.

  આ પણ જુઓ, VIDEO: હિમાચલમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપઃ ધર્મશાળાના ભાગસૂમાં વાદળ ફાટ્યું, તેજ પ્રવાહમાં વાહનો તણાયા

  બીજી તરફ, મળતી માહિતી મુજબ, બાબા (Baba)ની વિરુદ્ધ હરિયાણા રાજ્ય (Haryana State)માં 3 કેસ નોધાયેલા છે. આ તમામ કેસોની જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. બીજા રાજ્યોમાં બાબાના પરાક્રમો વિશે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આરોપી બાબાની પાસેથી પોલીસે ચાર સોનાની અંગૂઠી, સોનાની મોટી માળા સહિત સોનાના અનેક આભૂષણ જપ્ત કર્યા છે જેની કિંમત લગભગ 9 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

  આ પણ વાંચો, OMG: મનુષ્યના પેશાબથી કંપનીએ બનાવી Beer, 50 હજાર લીટર યૂરિનનો કરવામાં આવ્યો ઉપયોગ

  ફરિયાદ બાદ તપાસ કરતાં બાબાનો ભાંડો ફુટ્યો

  આ મામલામાં એસએસપી યોગેન્દ્ર રાવતનું કહેવું છે કે, વેપારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તપાસ કર્યા બાદ જ બાબાની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ બાબાના અન્ય રાજ્યોમાં સ્થિત ઠેકાણાઓ ઉપર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત બાબા યોગી પ્રિયવ્રત અનિમેષના અપરાધિક ઈતિહાસ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં પોતાના ભક્તો સાથે ઠગી કરનારો આ પહેલો બાબા નથી. આ પહેલા પણ અનેક બાબાઓના નામ સામે આવી ચૂક્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published: