Britain PM : બ્રિટનમાં વડાપ્રધાન પદ માટે ચાલી રહેલી પ્રક્રિયા તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. (news UK Prime minister) ન્યૂઝ એજન્સી રોયટર્સે જાણકારી આપી કે, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન બાદ બ્રિટનના ભૂતપૂર્વ નાણાપ્રધાન ઋષિ સુનક (Rishi Sunak) અને વિદેશ સચિવ લિઝ ટ્રસ વડાપ્રધાન બનવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે. (Rishi Sunak Election Update)
હાલ આ સમયે, રેસમાં સામેલ પેની મોર્ડન્ટ બુધવારે સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ઋષિ સુનક 137 મતો સાથે સૌથી આગળ હતા, જ્યારે લિઝ ટ્રસને 113 મત અને મોર્ડન્ટને કન્ઝર્વેટિવ સાંસદો પાસેથી 105 મત મળ્યા હતા.
અગાઉ, કન્ઝર્વેટિવ નેતાઓ વચ્ચે ચાલી રહેલા ચોથા રાઉન્ડના મતદાનમા પણ સુનક ટોચ પર હતા. તેમને સૌથી વધુ 118 વોટ મળ્યા હતા. તો, સુનકે મતદાનના ત્રણ રાઉન્ડમાં તેના હરીફોને હરાવ્યા હતા. મતદાનના દરેક રાઉન્ડના અંતે, સુનકની તરફેણમાં મતોની સંખ્યા સતત વધી રહી છે. જો તેઓ બ્રિટનના વડાપ્રધાન બને છે, તો તેઓ ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન હશે.
જણાવી દઈએ કે ઋષિ સુનક બોરિસ જોન્સનની સરકારમાં નાણા મંત્રાલય સંભાળી રહ્યા હતા, પરંતુ જોન્સનની નીતિઓ અને નિર્ણયોને કારણે કેબિનેટ જોન્સનની વિરુદ્ધ થઈ ગઈ અને તેમણે રાજીનામું આપીને બોરિસની સરકારને હટાવી દીધી. સુનકને ખુબ સારા વહીવટકર્તા માનવામાં આવે છે. ઋષિ સુનક ભારતની દિગ્જ્જ આઈટી કંપની ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર