Rishi Sunak:2015માં સાંસદ બનવાથી લઈને 2022માં પીએમ બનવા સુધી, ઋષિ સુનક યુકેની રાજનીતિમાં એક નવો ઉદય થયો છે, ભારતીય મૂળના ઋષિ સુનક ઇતિહાસ રચ્યો છે. ભૂતપૂર્વ નાણા પ્રધાન ઋષિ સુનક, જેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિટનના વડા પ્રધાન પદ માટે લિઝ ટ્રુસ સામે રેસ હારી ગયા હતા.સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે સુનકની પસંદગી કરવામાં આવી છે. તેમને પડકાર આપનારી પેની મોરડોન્ટે નામ પરત લઇ લીધું. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ નામ પરત લઇ લીધું હતું. હાલ બ્રિટનમાં ભારતીયો દિવાળી ઉજવશે.
2015માં સાંસદ બનવાથી લઈને 2022માં પીએમ બનવા સુધી, ઋષિ સુનક યુકેની રાજનીતિમાં એક નવો ઉદય થયો છે, ભારતીય મૂળના ઋષિ સુનક ઇતિહાસ રચ્યો છે. ભૂતપૂર્વ નાણા પ્રધાન ઋષિ સુનક, જેઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં બ્રિટનના વડા પ્રધાન પદ માટે લિઝ ટ્રુસ સામે રેસ હારી ગયા હતા.સોમવારે કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે સુનકની પસંદગી કરવામાં આવી છે. તેમને પડકાર આપનારી પેની મોરડોન્ટે નામ પરત લઇ લીધું. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી બોરિસ જોનસને પણ નામ પરત લઇ લીધું હતું. હાલ બ્રિટનમાં ભારતીયો દિવાળી ઉજવશે.સુનકને અંદાજિત 200 સાંસદોનું સમર્થન મળ્યું. પેનીની પાસે આ આંકડો 26 જ રહ્યો. જેને લઇને તેણે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. સુનક 28 ઓક્ટોબરે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ત્યારબાદ 29 ઓક્ટોબરે કેબિનેટનું એલાન કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીએ ઋષિ સુનકને શુભેચ્છા પાઠવી
હાર્દિક અભિનંદન ઋષિ સુનક! તમે યુકેના પીએમ બનશો, હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને રોડમેપ 2030ને અમલમાં મૂકવા માટે ઉત્સુક છું. આપણે આપણા ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં રૂપાંતરિત કરતાં યુકેમાં વસતા ભારતીયોના 'Living Bridge'ને સ્પેશિયલ દિવાળીની શુભેચ્છાઓ.
કિંગ ચાર્લ્સ હવે વેસ્ટમિન્સ્ટરના સૌથી ધનિક રાજકારણીઓમાંના એક સુનકને સરકાર રચવા માટે કહેશે. ગોલ્ડમેન સૅક્સના ભૂતપૂર્વ વિશ્લેષક ભારતીય મૂળના બ્રિટનના પ્રથમ વડા પ્રધાન હશે. ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી બની નવો ઈતિહાસ રચ્યો છે. ભારત અને પૂર્વ આફ્રિકામાં બ્રિટનના જૂના સામ્રાજ્યના વસાહતીઓના વંશજ સુનક હવે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરશે.
યૂકેમાં ઋષિ સુનક પોપ્યુલર કેમ?
સુનકની જીતનું એક મોટું કારણ તેમની બેન્કરની છાપ છે. વડાપ્રધાન તરીકે ટ્રસની નિષ્ફળતાનું સૌથી મોટું કારણ આર્થિક મોર્ચે નિષ્ફળતા રહી હતી. બ્રિટનમાં મોંઘવારી ચૂંટણીનો મહત્વનો મુદ્દો રહ્યો. બ્રિટનમાં આર્થિક અસ્થિરતા પણ રહી જ્યારબાદ જૉનસન સરકારના નાણામંત્રી રહી ચૂકેલા સુનક ઇકોનોમિક બેલ આઉટ પ્લાન લાવ્યા હતા, તેને મિડલ ક્લાસ માટે મોટી ભેટ હતી અને લોકો વચ્ચે તેમની લોકપ્રિયતા વધી ગઈ.
ઋષિ કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઘણા પોપ્યુલર રહ્યા છે. ત્યારે 2015માં તેમણે યૉર્ક્સની રિચમંડ બેઠકથી સાંસદની ચૂંટણીમાં ઉતર્યા હતા. આ સીટ કન્ઝર્વેટિવ્સની સૌથી સુરક્ષિત બેઠકમાંથી એક માનવામાં આવે છે. 100 વર્ષોથી વધુ સમયથી અહીં કંઝર્વેટિવ જીતતા રહ્યા છે. ઋષિ ત્યારથી સતત આ બેઠકથી સાંસદ છે.
બોરિસ જૉનસને તેમને 2019માં ચીફ સેક્રેટરી ઓફ ટ્રેજરી બનાવાયા હતા. તેમના આગલા જ દિવસે તેમને પ્રિવી કાઉન્સિલના સભ્ય પણ બનાવી દેવાયા. 13 ફેબ્રુઆરી 2020ની કેબિનેટ રિશફલમાં તેમને નાણામંત્રી બનાવાયા.
આ કોરોના મહામારીનો સમય હતો. આ સમયે મહામારીની આર્થિક અસર ઓછી કરવા, નોકરીઓ બચાવવા અને કંપનીઓને સપોર્ટ કરવાની તેમની નીતિઓ જનતામાં ઘણી લોકપ્રિય રહી.
પ્રારંભિક જીવન અને શિક્ષણ
સુનકનો જન્મ 1980માં સાઉથેમ્ટનમાં થયો હતો. તેમના દાદા-દાદી ભારતના પંજાબમાં રહેતા હતા અને 1960માં પૂર્વ આફ્રિકાથી બ્રિટન જતા રહ્યા હતા, જ્યારે ભારતીઓની વિરુદ્ધ પૂર્વ આફ્રિકામાં સમસ્યા ઊભી થઈ હતી. તેમને વિનચેસ્ટર કોલેજમાંથી દર્શનશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે અને પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેના પછી ઋષિએ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું છે. સુનકના લગ્ન ભારતીય અબજોપતિ એનઆર નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા મૂર્તિ સાથે થયા છે. તેમના લગ્ન 2009માં થયા હતા અને તેમને બે દીકરીઓ છે.
તેઓ પ્રથમ વખત 2015માં રિચમંડ (યોર્કશાયર) મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા. તેમણે એક સંસદ સભ્ય તરીકે ભગવદ ગીતા પર નિષ્ઠાના શપથ લીધા હતા. રાજનીતિમાં જોડાતા પહેલા ઋષિ સુનક ઈન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સાક્સના વિશ્લેષક હતા. સુનક પછી ધ ચિલ્ડ્રન્સ ઇન્વેસ્ટમેન્ટ (TCI) ફંડમાં સહભાગી બનીને હેજ ફંડમાં ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર