Union
Budget 2023

Highlights

Home /News /national-international /Rishabh Pant Accident: શરમ કરો શરમ! ઋષભ પંતના અકસ્માત અંગે બોલી રોહિતની પત્ની, ઉર્વશી કરે છે પ્રાર્થના

Rishabh Pant Accident: શરમ કરો શરમ! ઋષભ પંતના અકસ્માત અંગે બોલી રોહિતની પત્ની, ઉર્વશી કરે છે પ્રાર્થના

ઋષભ પંતનો અકસ્માત

URVASHI RAUTELA AND RITIKA SINGH ON RISHABH PANT ACCIDENT: ઉર્વશી રૌતેલાએ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કેપ્શન લખી હતી કે હું પ્રાર્થના કરું છું.

  RISHABH PANT CAR ACCIDENT: ભારતના સ્ટાર ક્રિકેટર Rishabh Pant શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાયા બાદ તેની લક્ઝરી કારમાં આગ લાગી ત્યારે તે બચી ગયો હતો. જોકે, જો વિકેટ કીપર બેટ્સમેને ત્રણ વર્ષ પહેલા પોતાના સિનિયર સાથી શિખર ધવનની વાત માની હોત તો તે આ અકસ્માતનો ભોગ બનવાથી બચી શક્યો હોત. વાસ્તવમાં આ ઘટના ત્યારે બની જ્યારે પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા રૂરકી જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં 25 વર્ષીય પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ હતી, પરંતુ તેની હાલત સ્થિર છે. આ અકસ્માત ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં સવારે 5.30 વાગ્યે થયો હતો.

  ઉર્વશીની ઇનસ્ટા પોસ્ટ 

  આ ઘટના બાદ ઉર્વશી રૌતેલાએ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કેપ્શન લખી હતી કે હું પ્રાર્થના કરું છું. જેને લઈને કોમેન્ટ સેક્શનમાં ફેંસના મિશ્ર પ્રતીભાવ જોવા મળ્યા હતા.

  News18 Hindi

  તો બીજી તરફ રોહિત શર્માની પત્ની રીતિકા સિંઘે ઇનસ્ટા સ્ટોરીમાં લખ્યું હતું કે શરમ આવવી જોઈએ કે લોકો કારણ વિના તેના ફોટોઝ શેર કરી રહ્યા છે. એક પરિવાર માટે  આ અંગત અને દુઃખદ બાબત છે.  જરા સંવેદનશીલતા રાખવી જોઈએ. તેના પરિવારજાણો અને મિત્રોને આ ફોટોઝ જોઈને કેવું દુઃખ થતું હશે એ તો વિચારો. આ પ્ર્કરના લખાણ સાથે તેણીએ ઇનસ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી હતી.

  rishabh pant (1)
  ઋષભ પંત અકસ્માત પર રીતિકા સિંઘની ઇનસ્ટા સ્ટોરી


  હરિયાણા રોડવેઝ બસના ડ્રાઈવર અને સ્ટાફે પંતનો જીવ બચાવ્યો હતો

  હરિદ્વાર પોલીસના વરિષ્ઠ અધિક્ષક અજય સિંહે જણાવ્યું હતું કે પંત સૂઈ ગયા હતા અને તેમની મર્સિડીઝ બેન્ઝ કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ આગ લાગી હતી. હરિયાણા રોડવેઝની બસના ડ્રાઈવર અને બાકીના સ્ટાફે તેને સળગતી કારમાંથી બહાર કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ખાખ થઈ ગઈ છે. ઈમરજન્સી યુનિટમાં પંતની સારવાર કરનારા ડૉ. સુશીલ નાગરે જણાવ્યું છે કે પંતને માથા અને ઘૂંટણમાં ઈજા થઈ છે અને તેની વધુ તપાસ કરવી પડશે.

  ઋુષભ પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા માંગતો હતો

  તેણે કહ્યું, 'જ્યારે તેને અમારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ હોશમાં હતો અને મેં તેની સાથે પણ વાત કરી. તે ઘરે જઈને તેની માતાને સરપ્રાઈઝ કરવા માંગતો હતો.’ તેણે કહ્યું, ‘તેને માથામાં ઈજા છે, પણ મેં તેને ટાંકા નથી નાખ્યા. મેં તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું જ્યાં પ્લાસ્ટિક સર્જન તેને જોઈ શકે. એક્સ-રે દર્શાવે છે કે કોઈ હાડકું તૂટ્યું નથી. જમણા ઘૂંટણમાં ઈજા છે અને તેની ગંભીરતા એમઆરઆઈ અથવા વધુ તપાસ દ્વારા જાણી શકાશે.

  આ પણ વાંચો : 'માથા પર કટ, ઘૂંટણની ઢાંકણીમાં પણ ઈજા..' BCCIએ Rishabh Pantનું હેલ્થ અપડેટ રજુ કર્યું, જાણો આગળ શું થશે

  મેક્સ હોસ્પિટલ, દેહરાદૂનના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આશિષ યાજ્ઞિકે જણાવ્યું હતું કે ઓર્થોપેડિક નિષ્ણાતો અને પ્લાસ્ટિક સર્જનોની એક ટીમ રિષભ પંતની સારવાર કરી રહી છે. પંતને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યો છે કારણ કે તેણે ફેબ્રુઆરીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પ્રોગ્રામ માટે NCAમાં જોડાવાનો છે. તેણે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. પંતે મીરપુર ખાતેની બીજી ટેસ્ટમાં 93 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
  Published by:Mayur Solanki
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन