ત્રિપુરા હિંસા પર મહારાષ્ટ્ર અને અમરાવતીમાં હંગામો, પોલીસે કર્યો લાઠીચાર્જ કરે છે

હિંસાની તસવીર

Tripura Violence: મુસ્લિમ સંગઠનો (Muslim organizations)ના વિરોધ બાદ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં અમરાવતી (Amravati), નાંદેડ (Nanded) અને માલેગાંવ (Malegaon)માં તણાવ પ્રવર્ત્યો હતો. શુક્રવારે મુસ્લિમ સંગઠનોના પ્રદર્શન બાદ આજે હિન્દુ સંગઠનો (Hindu organizations) દ્વારા બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો.

  • Share this:
મુંબઈઃ ગયા મહિને ત્રિપુરામાં થયેલી હિંસા (Tripura Violence)ની આગ હજુ સુધી શાંત થઈ હોય તેવું લાગતું નથી. મુસ્લિમ સંગઠનો (Muslim organizations)ના વિરોધ બાદ શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra)માં અમરાવતી (Amravati), નાંદેડ (Nanded) અને માલેગાંવ (Malegaon)માં તણાવ પ્રવર્ત્યો હતો.

શુક્રવારે મુસ્લિમ સંગઠનોના પ્રદર્શન બાદ આજે હિન્દુ સંગઠનો (Hindu organizations) દ્વારા બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન દુકાનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. અને દેખાવકારોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અમરાવતીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, શનિવારે મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં એક હિન્દુ સંગઠન દ્વારા આયોજિત બંધ દરમિયાન ટોળાએ વિવિધ સ્થળોએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનોને નુકસાન પહોંચાડ્યું હતું, ત્યારબાદ પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્રિપુરામાં કોમી હિંસાના વિરોધમાં શુક્રવારે અમરાવતી શહેરમાં મુસ્લિમ સંગઠનો દ્વારા આયોજિત રેલીઓ દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ સામે હિન્દુ સંગઠનના બંધ દરમિયાન આ ઘટના બની હતી.

આ પણ વાંચો: ખોટા કામ કરી રહેલા CAનો કરો ખુલાસો, 2-4 લોકોના કારણે ઉઠી રહ્યા છે સવાલો: પિયુષ ગોયલ

રાજ્યની રાજધાનીથી લગભગ 670 કિલોમીટર દૂર પૂર્વ મહારાષ્ટ્ર શહેરના રાજકમલ ચોક વિસ્તારમાં સેંકડો લોકો સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ટોળાના કેટલાક સભ્યોએ રાજકમલ ચોક વિસ્તારની દુકાનો અને અન્ય કેટલીક જગ્યાઓ પર પથ્થરમારો કર્યો હતો અને તેમને નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે કહ્યું કે પોલીસે વિરોધીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

આ પણ વાંચો: વિપક્ષ નેતાએ Kamati Baug Museumની ફી ઘટાડવા આવેદન પત્ર આપ્યું

અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે લઘુમતી સમુદાય સામેના અત્યાચારો અટકાવવાની માંગ સાથે આવેદનપત્ર રજૂ કરવા માટે અમરાવતી જિલ્લા કલેક્ટર ઓફિસની બહાર 8,000થી વધુ લોકો એકઠા થયા હતા. લોકો મેમોરેન્ડા લઈને જતા હતા ત્યારે કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચિત્રા ચોક અને કોટન બજાર વચ્ચે ત્રણ જગ્યાએ પથ્થરમારો થયો હતો. કોટવાલી પોલીસે અત્યાર સુધીમાં રમખાણો સહિતના વિવિધ આરોપોમાં 11 એફઆઈઆર નોંધી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Published by:Riya Upadhay
First published: