Home /News /national-international /IIT બોમ્બેમાં દલિત વિદ્યાર્થીના મૃત્યુ પર હંગામો, જાતિ ઉત્પીડન અને ભેદભાવના આરોપો લાગ્યા

IIT બોમ્બેમાં દલિત વિદ્યાર્થીના મૃત્યુ પર હંગામો, જાતિ ઉત્પીડન અને ભેદભાવના આરોપો લાગ્યા

એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો છે કે કેમ્પસમાં SC વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. (ફોટો- Twitter @ AppscIITb)

IIT Bombay Student Suicide Case: B.Techના વિદ્યાર્થી દર્શન સોલંકીએ તેની હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીએ માત્ર ત્રણ મહિના પહેલા જ એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા શનિવારે પૂરી થઈ હતી.

વધુ જુઓ ...
મુંબઈ : IIT બોમ્બેના 18 વર્ષીય વિદ્યાર્થીએ રવિવારે બપોરે સંસ્થાના કેમ્પસમાં હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો છે કે, કેમ્પસમાં SC વિદ્યાર્થીઓ સાથેના ભેદભાવને કારણે તેણે આત્મહત્યા કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બીટેકનો વિદ્યાર્થી દર્શન સોલંકી અમદાવાદનો રહેવાસી હતો. તેણે માત્ર ત્રણ મહિના પહેલા જ એન્જિનિયરિંગ (Engineering) કોર્સમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા શનિવારે સમાપ્ત થઈ હતી. હાલ પવઇ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે વિદ્યાર્થીએ અભ્યાસના દબાણમાં આત્મહત્યાનું પગલું ભર્યું કે કેમ.

કોલેજના આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલ (APPSC)એ ટ્વીટ કરીને તેને સંસ્થાકીય હત્યા ગણાવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'અમે 18 વર્ષના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ, જેણે 3 મહિના પહેલા B.Tech માટે IIT Bombay માં જોઇન કર્યું હતું. આપણે સમજવું જોઈએ કે આ કોઈ વ્યક્તિગત કેસ નથી, પરંતુ સંસ્થાકીય હત્યા છે." APPSC એ અન્ય એક ટ્વિટમાં લખ્યું છે કે, ફરિયાદો હોવા છતાં, સંસ્થાએ દલિત બહુજન આદિવાસી વિદ્યાર્થીઓ માટે સ્થળને સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવવાની કાળજી લીધી નથી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અનામત વિરોધી લાગણીઓ અને બિન-લાયક અને બિન-યોગ્યતાના ટોણાના સંદર્ભમાં સૌથી વધુ હેરાનગતિનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : અંધારામાં સ્માર્ટફોન જોવાથી આંખોની રોશનીને નુક્શાન થશે, જાણો સ્માર્ટફોન વિઝન સિન્ડ્રોમથી કેવી રીતે સુરક્ષિત રહેવું...

આ સાથે આંબેડકર પેરિયાર ફૂલ સ્ટડી સર્કલે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે SC/ST સમુદાયના વિદ્યાર્થીઓને ભારે ઉત્પીડન અને ભેદભાવનો સામનો કરવો પડે છે તે કોઈ છુપી હકીકત નથી. વિદ્યાર્થીઓને લખેલી એક નોંધમાં, સંસ્થાના ડિરેક્ટર, સુભાસીસ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે બપોરે એક દુ:ખદ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીના મૃત્યુ વિશે જાણ કરતાં તેઓને ખેદ છે. તેમણે વધુમાં કહ્યું કે પવઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી છે. સુભાષિસ ચૌધરીએ નોટના અંતમાં લખ્યું છે કે, તેઓ પ્રાર્થના કરે છે કે, પરિવારને આ દુખદ ઘટના સહન કરવાની શક્તિ મળે.
First published:

Tags: Dalit, IIT BOMBAY, Sucide

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો