Home /News /national-international /ઈંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ દરમિયાન પંજાબની મોગા કોલેજ હોસ્ટેલમાં હંગામો, કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો

ઈંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ દરમિયાન પંજાબની મોગા કોલેજ હોસ્ટેલમાં હંગામો, કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓ વચ્ચે પથ્થરમારો

ઈંગ્લેન્ડ પાકિસ્તાન મેચ દરમિયાન પંજાબની મોગા કોલેજ હોસ્ટેલમાં હંગામો.

England Pakistan match: ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ દરમિયાન કોલેજની હોસ્ટેલમાં લગભગ 60થી 70 વિદ્યાર્થીઓ મેચ જોઇ રહ્યા હતા. બંને ટીમો વચ્ચે ચાલુ મેચ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓમાં વિવાદ શરૂ થઇ ગયો હતો.

વધુ જુઓ ...
    ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાકિસ્તાનની ફાઇનલ મેચ દરમિયાન પંજાબમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપમાં ઘર્ષણની મોટી ખબર સામે આવી છે. અહીંયા મોગાના લાલા લજપતરાય કોલેજના વિદ્યાર્થીઓમાં મેચને લઇ અંદરોઅંદર ઘર્ણષ થયું હતું. બંને ગ્રુપોમાં વિવાદ વધતા જમ્મુ કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓમાં પથ્થરમારો શરૂ થયો હતો. જેમા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે.

    એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, ટી-20 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ દરમિયાન કોલેજની હોસ્ટેલમાં લગભગ 60થી 70 વિદ્યાર્થીઓ મેચ જોઇ રહ્યા હતા. બંને ટીમો વચ્ચે ચાલુ મેચ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓમાં વિવાદ શરૂ થઇ ગયો હતો. જેમા જોતજોતામાં ગરમાવો આવી ગયો હતો. વિદ્યાર્થીઓના બંને ગ્રુપો એક-બીજા સાથે અડી ગયા હતા અને માહોલ તણાવપૂર્ણ ઉભો થઇ ગયો હતો.

    પોલીસે મામલાની તપાસ શરૂ કરી

    બતાવવામાં આવી રહ્યું છે કે, માહોલ વણસતાની સાથે જ હોસ્ટેલની બહાર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. પથ્થરમારો થવાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે કેટલાક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડ્યા છે. ત્યાં જ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. પંજાબ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ કોલેજમાં 900-1000 વિદ્યાર્થીઓે છે, જેમા લગભગ 500 વિદ્યાર્થીઓ જમ્મૂ-કાશ્મીરના છે.

    આ પણ વાંચો: તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં મોટો વિસ્ફોટ, 6 લોકોના મોત, 53 ઈજાગ્રસ્ત

    ઈંગ્લેન્ડે રચ્યો ઇતિહાસ

    ઈંગ્લેન્ડે રવિવારે મેલબર્નમાં રમાયેલ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટી-20 વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે દુનિયાની એકમાત્ર એવી ટીમ બની ગઇ છે. જેને માત્ર 3 વર્ષના અંતરાળમાં બે વર્લ્ડકપ જીત્યા હોય. ઈંગ્લેન્ડે વર્ષ 2019માં ન્યૂઝીલેન્ડને હરાવીને વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. ત્યાં જ 2022નો ટી-20 વર્લ્ડકપ પણ આ ટીમના નામે છે. તેમાં કોઇ શંકા નથી ઈંગ્લેન્ડ હવે વ્હાઇટ બોલનો બોસ છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Cricket t20 world cup, ICC Worldcup T20, Punjab police

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन