રિયો ઓલિમ્પિકમાં દિપા કર્માકરે રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં પહોંચી

#52 વર્ષ બાદ ઓલિમ્પિક રમમાં જિમ્નાસ્ટિક સ્પર્ધામાં પહેલી ભારતીય મહિલા એથ્લેટની રીતે પ્રવેશતાં જ દિપા કર્માકરે ઇતિહાસ રચ્યો છે. રવિવારે રિયો ઓલિમ્પિકની વોલ્ટ ફાઇનલમાં પ્રવેશી ઇતિહાસ રચ્યો છે. દિપા જિમ્નાસ્ટિકની તમામ પાંચ ક્વોલિફિકેશન સબડિવિજન સ્પર્ધાના સમાપન બાદ વોલ્ટમાં આઠમા સ્થાન પર રહી હતી. જે ફાઇનલમાં ક્વોલિફાઇ થવા માટેનું અંતિમ સ્થાન છે.

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
રિયો ડી જાનેરો #52 વર્ષ બાદ ઓલિમ્પિક રમમાં જિમ્નાસ્ટિક સ્પર્ધામાં પહેલી ભારતીય મહિલા એથ્લેટની રીતે પ્રવેશતાં જ દિપા કર્માકરે ઇતિહાસ રચ્યો છે. રવિવારે રિયો ઓલિમ્પિકની વોલ્ટ ફાઇનલમાં પ્રવેશી ઇતિહાસ રચ્યો છે. દિપા જિમ્નાસ્ટિકની તમામ પાંચ ક્વોલિફિકેશન સબડિવિજન સ્પર્ધાના સમાપન બાદ વોલ્ટમાં આઠમા સ્થાન પર રહી હતી. જે ફાઇનલમાં ક્વોલિફાઇ થવા માટેનું અંતિમ સ્થાન છે.

દિપાએ ત્રીજી સબડિવિજન ક્વોલિફાઇંગ સ્પર્ધાના વોલ્ટમાં 14.850 પોઇન્ટ મેળવ્યા હતા. ત્રીજા સબડિવિજનની સમાપ્તિએ દિપા છઠ્ઠા સ્થાન પર હતી. પરંતુ અમેરિકાની સિમોન બાઇલ્સ અને કેનેડાની શૈલત ઓલ્સને છેલ્લા બે સબડિવિજનથી ફાઇનલમાં પ્રવેશ માટે સફળ રહી હતી.

સિમોન બાઇલ્સે વોલ્ટમાં 16.050 પોઇન્ટ મેળવી ટોપ પર રહી હતી. જ્યારે દિપા સૌથી નીચે આઠમા સ્થાન પર રહી ફાઇનલમાં પ્રવેશી છે. દિપાનો દેખાવ જોતાં ભારતને મેડલ અપાવવામાં એ શ્રેષ્ઠ દેખાવ કરશે એવી આશા સેવાઇ રહી છે.
First published: