Home /News /national-international /ધાધર, ખરજવા અને ખંજવાળથી કેવી રીતે મેળવશો રાહત? જાણો ખૂબ જ સરળ ઘરગથ્થું ઉપાય

ધાધર, ખરજવા અને ખંજવાળથી કેવી રીતે મેળવશો રાહત? જાણો ખૂબ જ સરળ ઘરગથ્થું ઉપાય

ચામડીનાં રોગો ભગાડવાનો રામબાણ ઈલાજ

Ringworm Treatment:: ત્વચાના રોગો એટલા હઠીલા હોય છે કે એ તો જેને થાય એ જ જાણે. પણ આજે તમને જણાવી દઈએ કેટલાક ઘરગથ્થુ ઉપાયો જે તમારી તકલીફને સરળતાથી દૂર કરી શકે છે.

    How To Cure Ringworm at Home: દાદ(ધાધર), ખરજવા અને ખંજવાળની સમસ્યાઓ એવી હોય છે કે જો તમને તેનો ચેપ લાગે તો આસપાસના લોકોમાં પણ તે ફેલાવાનું જોખમ રહેલું છે. મૂળભૂત રીતે દાદ એક ફંગલ ચેપ છે, જે શરીરની ત્વચામાં ગમે ત્યાં થઈ શકે છે. ચેપ લાગ્યો હશે ત્યાં વારંવાર તમને ખંજવાળ આવશે. વારંવાર ત્વચાને ખંજવાળતા ફોલ્લીઓ પણ થઈ શકે છે. હવે સવાલ છે કે આ સમસ્યાનું નિવારણ શું? ધાધર, ખરજવા થાય તો તેનો ઉકેલ શું? આજના આ અહેવાલમાં અમે તમને જણાવી દઈએ કે આ સમસ્યાનો ઉકેલ તમારા ઘરમાં જ હાજર છે. તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપચાર વિશે...

    નારિયેળીનું તેલ અનેક રોગો સામે ઉપયોગી છે. આ તેલને લેમન ગ્રાસ અને તલના તેલમાં મિક્સ કરો અને પછી પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. આ ઉપચારથી જલ્દી જ તમને છુટકારો મળશે. હેલ્થ એક્સપર્ટ પણ આ ઘરેલું ઉપચાર કરવાની સલાહ આપે છે.

    લીમડાના ઔષધીય ગુણો

    લીમડાના ઔષધીય ગુણોથી આપણે સૌ વાકેફ છીએ. લીમડાના પાન દાદ, ખરજવા અને ખંજવાળમાં રામબાણ તરીકે કામ કરશે. આ પાંદડાને પીસીને પેસ્ટ બનાવો અને તેને ખંજવાળ આવતી જગ્યાઓ પર લગાવો. આ છોડ ફૂગને મારવાની શક્તિ ધરાવે છે.

    હળદર છે રામબાણ ઈલાજ

    હળદરને ચામડીના ઘણા રોગો માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે. હળદરના ટુકડાને પાણીમાં ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને પછી તેને આ ચેપગ્રસ્ત જગ્યા પર લગાવો અને સૂકાય તેની રાહ જુઓ. પછી એક પછી એક લેયર ઉમેરો. થોડા દિવસો સુધી આમ કરવાથી દાદ ગાયબ થઈ જશે અને ખંજવાળ પણ દૂર થઈ જશે.

    આ પણ વાંચો: આ Exercise કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ્સ થઇ જાય છે દૂર, આ રીતે ઘરે કરો તમે પણ

    સનાઈના છોડ જેને કેસિયા એન્ગસ્ટીફોલિયા (Cassia Angustifolia) પણ કહેવાય છે. આ છોડને પીસીને મલમ તૈયાર કરી દાદ, ખરજવા અને ખંજવાળવાળી જગ્યાઓ પર લગાવો તેનાથી જલ્દી રાહત મળશે.



    લગ્ન અને પાર્ટીમાં સુંદરતા વધારવા માટે મેરીગોલ્ડના ફૂલ એટલેકે ગલગોટાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ફૂલની મદદથી દાદ, ખરજવા અને ખંજવાળથી પણ છુટકારો મેળવી શકાય છે. આ સુગંધિત ફૂલમાં એન્ટિ-એલર્જિક અને એન્ટિફંગલ ગુણધર્મો છે જે ખંજવાળથી રાહત આપે છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Skin, Skin care

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन