IMC 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું- ભારતમાં ટૂંક સમયમાં આવશે 5G રૅવલ્યૂશન

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ તસવીર)

India Mobile Congress: મુકેશ અંબાણીએ કહ્યું કે, કોરોના સંકટમાં 4G કનેક્ટિવિટી ડિજિટલ લાઇફલાઇન સાબિત થઈ

 • Share this:
  નવી દિલ્હીઃ ચોથી ઈન્ડિયન મોબાઇલ કૉંગ્રેસ (IMC 2020) ઇવેન્ટ આજથી એટલે કે 8 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આ ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રને વર્ચ્યૂઅલ સંબોધિત કરી. ઉદ્ઘાટન સત્રમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી (RIL Chairman Mukesh Ambani) પણ સામેલ થયા. મુકેશ અંબાણીએ ઇવેન્ટને સંબોધિત કરતાં કહ્યું કે, ભારતને આગળ વધવાથી કોઈ રોકી નહીં શકે. દેશમાં ટૂંક સમયમાં 5G રૅવલ્યૂશન આવશે અને ડિજિટલ ઈન્ડિયાનું સપનું પૂરું થશે. તેની સાથે જ પીએમ મોદીના ડિજિટલ ઈન્ડિયા મિશન (Digital India Mission)ના વખાણ કરતાં તેઓએ કહ્યું કે દેશને વિપત્તિઓ અને મહામારી જેવી તકલીફોના સમયમાં આ મિશને સામાન્ય જનતાનો ઘણો સાથ આપ્યો છે અને આગળ પણ આપણો દેશ ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના માર્ગે આવી જ રીતે આગળ વધશે.

  કોરોના સંકટમાં 4G કનેક્ટિવિટી બની ડિજિટલ લાઇફલાઇન

  મુકેશ અંબાણીએ કહ્યું કે, દેશભરમાં ફેલાયેલા COVID-19ના પ્રકોપમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આવા સમયે મોટાભાગના લોકો પોતાના ઘરોથી કામ કરી રહ્યા છે એવામાં અમારી હાઇસ્પીડવાળી 4G કનેક્ટિવિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત માટે ડિજિટલ લાઇફલાઇન સાબિત થઈ છે.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને પોતાના સંબોધનમાં કહ્યું કે, વર્ષ 2020માં મહામારી દરમિયાન ભારતે ઓનલાઇન પર વધુ ફોકસ કર્યું. આ વર્ષે ભારતમાં લોકોએ ઓનલાઇન કામ કર્યું, ઓનલાઇન અભ્યાસ કર્યો, ઓનલાઇન ખરીદી કરી, સ્વાસ્થ્ય સેવાઓ પણ ઓનલાઇન પ્રાપ્ત કરી, ઓનલાઇન સામાજીકરણ કર્યું, ઓનલાઇન ગેમ્સ રમી. આ ઉપરાંત પોતાના રોજિંદા જીવનના તમામ કામોને ઓનલાઇનના માધ્યમથી જ પૂરું કર્યું.

  IMC 2020માં મુકેશ અંબાણીએ કહી આ જરૂરી વાતો

  - ભારતમાં મોટાપાયે ઓનલાઇન સેવાઓ ચાલુ
  - સરકારે ઇન્ડસ્ટ્રીને સહયોગ આપ્યો.
  - ડિજિટલ સુધારથી ભારતમાં જીવન સ્તર ઊંચું આવ્યું.
  - ગત 4 વર્ષમાં IMC મહત્વની ભૂમિકામાં રહ્યું છે.
  - ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ભારતની તાકાત છે.
  - Jio ટૂંક સમયમાં ભારતમાં 5G Revolution લાવશે.
  - ભારતમાં 5G સેવાઓની ખૂબ જરૂરિયાત છે.
  - ભારતને કોવિડ-19 મહામારી પણ નહીં રોકી શકે.
  - સરકાર કોવિડ વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે.
  - ભારતને આગળ વધતાં કોઈ રોકી નહીં શકે.

  3 D’s :

  ઈન્ડિયાની વાઇબ્રન્ટ ડેમોક્રેસી (India’s Vibrant DEMOCRACY), ઈન્ડિયાની યંગ ડેમોક્રેસી (India’s Young DEMOGRAPHY) અને ઈન્ડિયાનું ડિજિટલ ટ્રાન્સફોર્મેશન (India’s DIGITAL Transformation).

  300 મિલિયન લોકો આજે પણ 2Gનો ઉપયોગ કરી રહ્યા છે

  મુકેશ અંબાણીએ કહ્યું કે, ભારતમાં લગભગ 300 મિલિયન મોબાઇલ ગ્રાહક એવા પણ છે જેઓ 2G યુગમાં ફસાયેલા છે. આ લોકો માટે કેટલાક નીતિગત પગલાં ભરવા જરુરી છે જેથી તેઓ પણ ડિજિટલ સેવાઓનો લાભ લઈ શકે.

  IMC 2020માં કોણ-કોણ થયું સામેલ?

  દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ, દૂરસંચાર રાજ્યમંત્રી સંજય ધોત્રે તથા દૂરસંચાર સચિવ અંશુ પ્રકાશ IMC 2020ના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, ભારતી સમૂહના સંસ્થાપક અને અધ્યક્ષ સુનીલ ભારતી મિત્તલ અને એરિક્સનના પ્રમુખ નુનજિયો મિરતોલી પણ સેશનમાં હાજર રહ્યા. આ ઉપરાંત ઈન્ડિયન મોબાઇલ કૉંગ્રેસમાં 30થી વધુ દેશ, 210 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પીકર, પ્રદર્શનીમાં સામેલ થનારા 150 એકમ અને 3000થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેવાના છે.

  ડિસ્કેલમરઃ ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.
  Published by:Mrunal Bhojak
  First published: