Home /News /national-international /બીમારીથી કંટાળી આ વ્યક્તિએ Facebook પર કરી દીધુ મોતનું Live સ્ટ્રીમિંગ

બીમારીથી કંટાળી આ વ્યક્તિએ Facebook પર કરી દીધુ મોતનું Live સ્ટ્રીમિંગ

આવું કરી તે એવા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે, જે આ પ્રકારે ગંભીર બીમારીથી પીડિત છે, અને તેમને ઈચ્છા મૃત્યુંની મંજૂરી નથી મળતી

આવું કરી તે એવા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે, જે આ પ્રકારે ગંભીર બીમારીથી પીડિત છે, અને તેમને ઈચ્છા મૃત્યુંની મંજૂરી નથી મળતી

    ઈટલી : ફ્રાન્સના એક વ્યક્તિએ શુક્રવારે ફેસબુક પર પોતાના મોતની લાઈવ સ્ટ્રીમિંગ કરી. ઉલ્લેખનીય છે કે, તે એક ગંભીર બીમારીથી પીડિત હતા અને તેમણે રાષ્ટ્રપતિ ઈમેનુઅનલ મૈક્રો પાસે પોતાના ઈચ્છામૃત્યુંની માંગ કરી હતી.

    મૈક્રોએ આ વ્યક્તિની માંગ ફગાવી દીધી. ત્યારબાદ અલાઈન કોક નામના આ વ્યક્તિએ ખાવા-પીવાનું છોડી દીધુ. તેને લાગતું હતું કે, તે એક અઠવાડીયાથી વધારે જીવીત નહીં રહી શકે. તેમણે મૈક્રોને લખ્યું કે, તેમને એક એવો પદાર્થ આપવામાં આવે, જે તેને શાંતીથી મરવા દે, પરંતુ રાષ્ટ્રપતિએ તેને સમજાવતા લખ્યું કે, ફ્રાંસના કાયદા હેઠળ આની મંજૂરી નથી મળી શકતી.

    57 વર્ષીય કોકે સોશિયલ મીડિયા પર પોતાના મોતનું લાઈવ સ્ટ્રીમિંગ માત્ર એટલા માટે કર્યું કેમ કે, આવું કરી તે એવા લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે, જે આ પ્રકારે ગંભીર બીમારીથી પીડિત છે, અને તેમને ઈચ્છા મૃત્યુંની મંજૂરી નથી મળતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મૈક્રોએ કોક દ્વારા ફેસબુક પર લખેલી પોસ્ટને જોઈ કહ્યું કે, હું કાયદાથી ઉપર નથી, જેથી હું તમારા અનુરોધને સ્વીકાર નહીં કરી શકું.
    " isDesktop="true" id="1021897" >

    'લોકો કરશે યાદ'

    કોકે એએફપીને જણાવ્યું કે, તે પોતાના મોતનું ફેસબુક પર લાઈવ પ્રસારણ કરશે. તેમણે કહ્યું કે, તેમને આશા છે કે, તેના આ પગલાથી દુનિયા હંમેશા તેને યાદ રાખશે અને તેનાથી કાયદામાં બદલાવ આવી શકે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મૈક્રોએ કહ્યું કે, હું તમારા આ પગલાનું સન્માન કરૂ છું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Euthanasia

    विज्ञापन
    विज्ञापन