બે વર્ષ પહેલા ચલાવતો હતો રિક્ષા, ખરીદ્યો કરોડોનો વિલા, ITની પડી રેડ

News18 Gujarati
Updated: May 2, 2019, 7:26 PM IST
બે વર્ષ પહેલા ચલાવતો હતો રિક્ષા, ખરીદ્યો કરોડોનો વિલા, ITની પડી રેડ
પ્રતિકાત્મક તસવીર

આ વ્યક્તિનું નામ છે નલ્લૂરલ્લી સુબ્રામણિ (37), જેણે બેંગ્લોરના વાઈટફિલ્ડમાં એક કરોડ 60 લાખની કિંમતનો ટ્પિપલેક્સ વિલા ખરીદ્યો છે

  • Share this:
બે વર્ષ પહેલા સુધી ઓટોરિક્ષા ચલાવનાર વ્યક્તિ જ્યારે કરોડપતિ બની ગયો અને કરોડોની કિંમતનો ટ્રિપલેક્સ વિલા ખરીદી લીધો, ત્યારે બધાની આંખો ખુલ્લી રહી ગઈ. બેંગ્લોરનો રહેવાસી વ્યક્તિ ઈન્કમ ટેક્સની રડાર પર આવી ગયો, અને તેના ઘર પર રેડ પણ પડી.

મીડિયા અહેવાલ અનુસાર, આ વ્યક્તિનું નામ છે નલ્લૂરલ્લી સુબ્રામણિ (37), જેણે બેંગ્લોરના વાઈટફિલ્ડમાં એક કરોડ 60 લાખની કિંમતનો ટ્પિપલેક્સ વિલા ખરીદ્યો છે. ગત 16 એપ્રિલે જેટી દ્વારા કાયમી કમ્યુનિટીમાં સ્થિત ઘરમાં આયકર વિભાગે રેડ પાડી હતી. રેડમાં કરોડોની કિંમતની જ્વેલરી અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે.

મીડિયા અહેવાલ અનુસાર, એક અધિકારીએ જણાવ્યું, અમે જાણકારીનો ખુલાસો નહીં કરી શકીએ. આ રેડ ભરોસાલાયક વ્યક્તિએ આપેલી જાણકારી બાદ કરી હતી. આ મામલો બેનામી સંપત્તિનો લાગે છે. તપાસ હજુ ચાલુ છે. કમ્યુનિટીના ડેવલપરને પણ આયકર વિભાગે નોટિસ જાહેર કરી છે. મેનેજિંગ ડાયરેક્ટર લક્ષ્મી જેટીએ મીડિયાને જણાવ્યું હતું કે, અમારી પાસે જે પણ જાણકારી અથવા ડોક્યુમેન્ટ હતા, તે અધિકારીઓને સોંપી દીધા છે. અમે આગળની તપાસ માટે પણ તૈયાર છીએ.

અમેરિકી મહિલાના દાનથી બનાવી પ્રોપર્ટી
જોકે, રિક્ષા ડ્રાઈવર નલ્લૂરલ્લી સુબ્રામણિની આ કહાનીમાં એક રસપ્રદ મોડ પણ છે. આ રોલ છે 72 વર્ષની એક અમેરિકન મહિલાનો. સુબ્રામણિએ દાવો કર્યો છે કે, મહિલાની ચેરિટી જ તેની સંપત્તિનો સોર્સ છે. આ સાથે એવી પણ વાત સામે આવી રહી છે કે, નેતાઓ પોતાની બ્લેક મની તેની પાસે રાખતા હતા, જે પૈસાથી તેણે પ્રોપર્ટી તૈયાર કરી લીધી.

રિક્ષા ડ્રાઈવર સુબ્રામણિ
મેનેજિંગ ડાયરેક્ટર લક્ષ્મી જેટીએ જણાવ્યું છે કે, સુબ્રામણિ 2013માં એક અમેરિકન મહિલા સાથે પોતાની રીક્ષામાં આવ્યો અને વિલાને ભાડા પર લેવાની વાત કરી. તેને 30 હજાર રૂપિયા મહિનાના ભાડા પર વિલા આપવામાં આવ્યો. 2015માં રિક્સા ડ્રાઈવરે આ વિલા ખરીદવામાં રસ બતાવ્યો અને 1.6 કરોડ રૂપિયામાં 10-10 લાખ રૂપિયાના 16 ચેક દ્વારા ચુકવણી કરી.

વિલામાં લક્ઝરી લાઈફ જીવી રહેલા સુબ્રામણિને એક દીકરી અને એક દીકરો છે, જે વાઈટફિલ્ડની એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. પડોશિઓનું કહેવું છે કે, સુબ્રામણિ હંમેશા પાર્ટીનું આયોજન કરતો રહે છે અને લોકલ નેતા પણ ઘર પર આવતા-જતા રહે છે. જોકે, તેને કામ કરતો જતો ક્યારે પણ નથી જોયો.

કમ્યુનિટી માલિકો સાથે વિવાદ, રેડ દ્વારા કરી રહ્યા છે પરેશાન
સુબ્રામણિએ ઘર પર ઈન્કમ ટેક્સની રેડ પર કહ્યું કે, કમ્યુનિટી માલિક મને પરેશાન કરવા માટે રેડ કરાવી રહ્યા છે. મારા સહિત અન્ય વિલા માલિકોનો સિવિલ વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રોપર્ટી અમેરિકન મહિલાની દેન છે, જે અહીંની જીઈ કંપનીમાં કામ કરતી હતી, અને મારી જ રિક્સામાં સફર કરતી હતી. તેણે ચેરીટી આપી, જેના દ્વારા હું વિલા ખરીદી શક્યો.
First published: May 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading