ક્યારેક વેચતા હતા દવા, આજે છે રાજ્યસભાના સૌથી અમીર સાંસદ

News18 Gujarati
Updated: March 23, 2018, 4:48 PM IST
ક્યારેક વેચતા હતા દવા, આજે છે રાજ્યસભાના સૌથી અમીર સાંસદ

  • Share this:
સંસદના ઉચ્ચ સદન રાજ્યસભા માટે 16 રાજ્યોમાંથી કુલ 58 રાજ્યસભા સભ્યો પસંદ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ વિકાસશીલ દેશમાં આ ચૂંટણીમાં ઊભા રહેલા 87 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં સમાજવાદી રાજનીતિના નીતિશ કુમારની પાર્ટીના મહેન્દ્ર પ્રસાદ સૌથી અમીર ઉમેદવાર છે. તેમની સંપત્તિ 4,078 કરોડ રૂપિયા છે.

પ્રસાદની કહાણી કોઈ પરિકથા જેવી જ છે. તે એક નાના ગામમાંથી મુંબઈ નોકરીની શોધમાં આવે છે પછી નાની કંપની બનાવીને થેલામાં દવાઓ લઈને જાતે જ દુકાનોમાં પહોંચાડે છે. થોડા વર્ષોમાં તો તે દેશની સૌથી મોટી દવા કંપનીઓના માલિક બની જાય છે. પ્રસાદની મહત્વકાંક્ષા અહીં સુધી સિમિત નથી રહેતી તે 1980થી 84 વચ્ચે લોકસભા અને પછી 1985થી અત્યાર સુધી 36 વર્ષથી રાજ્યસભાના સભ્ય છે.

કિંગ મહેન્દ્ર દેશની ટોપ 20 ફાર્મા કંપનીઓમાં સામેલ એરિસ્ટો ફાર્માસ્યુટિકલ્સના ફાઉન્ડર છે. તેમનો વેપાર દેશની સાથે વિયેટનામ, શ્રીલંકા,મ્યાનમારથી લઈને આફ્રિકી અને યુરોપીય દેશો સુધી ફેલાયેલો છે. તે આ ઉપરાંત પણ ઘણાં કંપનીના માલિક છે.

બિહારના એક ગામમાંથી આવતા પ્રસાદે દેશની એક અન્ય મોટી દવા કંપની અલ્કેમના માલિક સમ્પ્રદા સિંહની સાથે 50 વર્ષ પહેલા ફાર્મા કંપનીની શરૂવાત કરી. તેમણે 1971માં કંપની એરિસ્ટોની સ્થાપના કરી.

દિલ્હીમાં 4 સફરગંજ લેનમાં પ્રસાદ એક જ બંગલામાં છેલ્લા 29 વર્ષથી રહે છે અને 36 વર્ષથી તે સાંસદ છે. તેમણે આ દરમિયાન ઘણી પાર્ટીઓ બદલી પરંતુ બંગલો તો એક જ છે. તેમનો બંગલો ત્યાંના બાકી બંગલા કરતાં ભપકાદાર અને કિલ્લા જેવો છે.

આ વખતે પણ તેમનું ચૂંટણી જીતવું લગભગ નક્કી જેવું જ છે તો એ સતત સાતમી વાર રાજ્યસભાના સભ્ય બનશે. આ પહેલા તે કોંગ્રેસ અને લાલુ પ્રસાદ તરફથી ચૂંટણી લડી ચુક્યા છે અને આ વખતે તે જેડીયુમાંથી ઉમેદવાર છે.સતત સાતમી વાર સાંસદ બની રહેલ પ્રસાદ વેપારીની સાથેસાથે સાજકીય સફર પણ ઘણો લાંબો રહ્યો છે.

પ્રસાદ અંગે ખાસ વાત એ છે કે બહારથી તે કેટલા પણ રૂઆબદાર હોય પરંતુ તે હંમેશા લોપ્રોફાઈલ જ રહે છે. તે કોઈક જ વાર મોટી પાર્ટી કે ફંકશનમાં હાજરી આપે છે. તેમને પાર્ટીમાં કોઈ પદની પણ લાલશા નથી હોતી. તે હંમેશા પ્બલિસિટીથી દૂર રહે છે.

તેમણે પહેલીવાર 1980માં તેમના જ ગામ બિહારનું જહાનાબાદમાંથી જ ચૂંટણી જીત્યા હતાં. પરંતુ 1984માં તે હારી ગયા હતાં. તે પછી તેઓ રાજ્યસભામાં આવી ગયા હતાં.

1985માં રાજીવ ગાંધીના રાજનૈતિક સલાહકાર માખનલાલ ફોતેદારની લાગવગથી રાષ્ટ્રપતિેએ રાજ્યસભા માટે તેમનું નામાંકિત કરવામાં આવ્યું હતું.

જાણકારોનું માનવું છે કે પ્રસાદની જીતમાં પૈસાનો સૌથી વધારે પ્રભાવ રહે છે. તે એ વાતને જાણે છે કે પાર્ટીઓને પૈસા જરૂર છે. તે પોતાની મરજી મૂજબનું જીવન જ જીવે છે.

પ્રસાદને ફરવાનો ઘણો શોખ છે અને તે 100 જેટલા દેશોની યાત્રા કરી ચુક્યાં છે. જાણકારો પ્રમાણે તેમની કંપનીઓમાં બિહારના હજારો લોકો કામ કરે છે. તેમની પાસે આસપાસના લોકોને ખુશ રાખવાની અનોખી ક્ષમતા છે.

નોંધનીય છે કે સમાજવાદી પાર્ટીની ઉમેદવાર અને અભિનેકત્રી જયા બચ્ચનની સંપત્તિ 1001 કરોડ રૂપિયા છે. જે બીજા નંબરના સૌથી ધનિક રાજ્યસભા સાંસદ છે.
First published: March 23, 2018, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading