Home /News /national-international /

Rich Dad Poor Dadની તે પાંચ સલાહ, જે તમને શીખવે છે અમીર કઇ રીતે બનવું

Rich Dad Poor Dadની તે પાંચ સલાહ, જે તમને શીખવે છે અમીર કઇ રીતે બનવું

Rich Dad Poor Dadની તે પાંચ સલાહ, જે તમને શીખવે છે અમીર કઇ રીતે બનવું

વિશ્વભરમાં જાણીતી અને બેસ્ટ સેલર પુસ્તક રીચ ડેડ પુઅર ડેડ (Rich Dad Poor Dad)વિશે ઘણા લોકોએ સાંભળ્યું હશે. આ પુસ્તક વિશે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે જો તમે અમીર બનવા માંગો છો તો આ પુસ્તક પહેલા વાંચો

નવી દિલ્હી : વિશ્વભરમાં જાણીતી અને બેસ્ટ સેલર પુસ્તક રીચ ડેડ પુઅર ડેડ (Rich Dad Poor Dad)વિશે ઘણા લોકોએ સાંભળ્યું હશે. આ પુસ્તક વિશે સામાન્ય રીતે કહેવામાં આવે છે કે જો તમે અમીર બનવા માંગો છો તો આ પુસ્તક પહેલા વાંચો. અમેરિકન બિઝનેસમેન રોબર્ટ કિયોસાકીએ આ પુસ્તકને 25 વર્ષ પહેલા લખ્યું હતું. પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે કે પછી વધી ગઇ છે. આ પુસ્તકની લોકપ્રિયતાનો અંદાજ તમે તે વાત પરથી લગાવી શકો છો કે વર્ષ 1997માં લખાયેલ આ પુસ્તક આજે પણ ખૂબ વેચાય છે. 100થી વધુ દેશોમાં 50થી વધુ ભાષામાં આ પુસ્તક છપાઇ ચૂકી છે. અત્યાર સુધીમાં 4 કરોડ કે તેથી વધુ કોપી વેચાઇ ચૂકી છે.

આ પુસ્તકમાં કિયોસાકીએ બે પિતાઓ વિશે જણાવ્યું છે. એક પોતાના પિતા વિશે અને એક તેના મિત્રના પિતા વિશે. કિયોસાકી જણાવે છે કે તેમના પિતાજી પીએચડી હતા, જે આ પુસ્તકમાં પુઅર ડેડ છે અને તેના મિત્રના પિતા એક બિઝનેસમેન હતા જે આ પુસ્તકમાં રીચ ડેડ છે. આ કહાની દ્વારા કિયોસાકી અમીર બનવાની વિચારધારાને આગળ વધારે છે.

આવો જાણીએ આ પુસ્તકની પાંચ શીખવા લાયક વાતો જેને લાખો લોકોની જીંદગી બદલી

પડકારોથી દૂર ન ભાગો

કિયોસાકીએ જે પહેલી સલાહ આપી છે તે છે પડકારોથી દૂર ન ભાગો પરંતુ તેને એક અવસર તરીકે જુઓ અને બદલો. મિડલ ક્લાસ ફેમિલી શરૂઆતથી જ પોતાના બાળકોને શીખવે છે કે આ વસ્તુઓ આપણે અફોર્ડ નથી કરી શકતા. જેથી બાળકોને બાળપણથી લાગે છે કે એવી ઘણી વસ્તુઓ છે જે આપણી પહોંચની બહાર છે. તો રીચ ફેમીલીમાં બાળકોને શીખવવામાં આવે છે કે જો તેમને મોંઘી વસ્તુ જોઇએ છે તો તેઓ અફોર્ડ કરી શકે છે.

જો તમે પોતે જ કોઇ વસ્તુઓને કહો છો કે આપણે આ અફોર્ડ નથી કરી શકતા તો તમારી સંભાવના ખતમ થઇ જાય છે અને તેના વિશે વિચારવાનું પણ છોડી દો છો. પરંતુ જ્યારે તમે એવું વિચારો છો કે તેને કઇ રીતે અફોર્ડ કરું તો તમારો મગજ પોતાને ફોર્સ કરવા લાગે છે. નવા નવા રસ્તાઓ શોધવા લાગે છે. સ્વાભાવિક છે કે તમે પોતાના માટે વેલ્થ પણ ક્રિએટ કરી શકો છો.

આ પણ વાંચો - સરકારી બાબુના ઘરેથી મળી આવી કરોડોની સંપત્તિ, ઘરમાં એક કિલોની સોનાની ઇટ પણ મળી

કમાણી કરતા નેટવર્થ કેટલી છે, તે જરૂરી

કિયોસાકી જણાવે છે તેમના પિતા ભલે પીએચડી હતા, પરંતુ મંથ એન્ડમાં તેમની પાસે પૈસા નહોતા બચતા. જ્યારે તેના મિત્રના પિતા એટલે કે રિચ ડેડ હાઇસ્કૂલ સુધી ભણ્યા હતા. પરંતુ તેમનું તમામ ફોકસ એસેટ્સ બનાવવામાં અને એક્વાયર કરવા પર હતું. તેની તેઓ તમામ જાણકારી રાખતા હતા. જેમ કે માની લો તમે એક લાખ રૂપિયા પ્રતિ માસ કમાણી કરો છો અને 5 હજાર રૂપિયા બચાવો છો. જ્યારે બીજો 50 હજાર કમાય છે, પરંતુ આવકના 20થી 30 ટકા બચાવે છે અને એસેટ્સ બનાવે છે. લોન્ગ ટર્મમાં 50 હજાર કમાતા વ્યક્તિ પાસે વેલ્થ વધુ હશે. મતલબ કમાવા જેટલી જરૂરી છે બચત અને તે બચતમાંથી વેલ્થ ક્રિએટ કરવી.

રિસ્ક લેવું જરૂરી

ત્રીજી વાત આ પુસ્તક શીખવે છે કે રિસ્ક લેવું જરૂરી છે. મિડલ ક્લાસ ફેમિલીમાં બાળકોને રિસ્ક લેવાથી હંમેશા નિરાશ કરવામાં આવે છે. જો વાત પૈસાની છે, ત્યારે તો કહેવામાં આવે છે કે બિલકુલ રિસ્ક ન લો. કિયોસાકી કહે છે કે જો તમારે અમીર બનવું છે તો રિસ્ક લેવાનું શીખવું પડશે. જો તમે વેલ્થ ક્રિએટ કરવા માંગો છો, તો કેલક્યુલેટેડ રિસ્ક લેવું જોઇએ. ધીમે ધીમે તમે રિસ્ક મેનેજમેન્ટ શીખી જશો. મિડલ ક્લાસમાં નુકસાન સહન કરવાની ક્ષમતા ઓછી હોય છે, જ્યારે અમીર લોકો નુકસાન પણ સહન કરી લે છે. અમીર લોકો રિસ્ક લઇને ભૂલ કરે છે અને શીખે છે. પછી તે ભૂલોને પૂનરાવર્તિત કરતા નથી.

પર્સનલ ફાઇનાન્સમાં પોતાને એજ્યુકેટ કરો

કિયોસાકી લખે છે આપણને પર્સનલ ફાઇનાન્સ વિશે ઓછામાં ઓછી 4 બેઝિક વાતો ખબર હોવી જોઇએ.

બેઝિક એકાઉન્ટિંગ – આપણે કંપનીના ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટને વાંચી શકીએ, સમજી શકીએ
ઇન્વેસ્ટિંગ – ઇન્વેસ્ટિંગથી આપણે આપણે પૈસાને વધારી શકીએ છીએ.
ફાઇનાન્સિયલ માર્કેટ્સના બેઝિક રૂલ્સ ખબર હોવા જોઇએ.
ટેક્સ – ટેક્સ સંબંધિત વાતો આપણને ખબર હોવી જોઇએ. જેથી આપણે જે પૈસા કમાઇએ છીએ તેને બચાવી શકીએ.

ઘણી વખત એવું થાય છે કે અમુક લોકો અમીર હોય છે, પરંતુ ધીમે ધીમે પોતાનો પૈસો ગુમાવી દે છે. તેનું મોટું કારણ છે ફાઇનાન્સિયલ એજ્યુકેશનની કમી.

પોતાના માટે કામ કરો

કિયોસાકી કહે છે કે તમે આખી જીંદગી બીજા માટે કામ કરીને કે નોકરી કરીને વેલ્થ ક્રિએટ કરી શકતા નથી. એક કર્મચારી પોતાની મહીનાની મહેનત એક મહીનાની સેલેરી માટે ખર્ચી નાખે છે. તો એમ્પ્લોયર કર્મચારીને જેટલી સેલેરી આપે છે, તેનાથી કેટલાય ગણુ કાઢવા પર ફોકસ કરે છે. સ્વાભાવિક છે કે નોકરીમાં માણસ જેટલું કામે છે તે તેની સાચી વેલ્યૂથી હંમેશા ઓછું હોય છે. જ્યારે તમે પોતાનો બિઝનેસ કરો છો કે પોતાના માટે કામ કરો છો તો તમારી આવકમાં બીજા કોઇનો ભાગ નથી હોતો. આવક પર કોઇ સિલીંગ નથી હોતી. તમે જેટલું કમાશો એટલું સેવ કરી શકશો, જેટલું સેવ કરશો એટલું વધું એક્વાયર કરી શકશો અને એટલી જ વધુ વેલ્થ ક્રિએટ કરી શકશો.

જરૂરી નથી કે ઉપર લખેલી તમામ વાતો તમારા જીવન પર પણ લાગૂ થાય. સમય, સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ વસ્તુઓ અલગ અલગ હોય છે. બસ આપણે પુસ્તકમાંથી થોડી પ્રેરણા લઇ શકીએ છીએ, જે આપણને આગળ વધવામાં મદદ કરી શકે છે.
First published:

Tags: Rich dad poor dad book, Rich dad poor dad five lessons, World bestseller book

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन