લોહીથી લથપથ બેટ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો વ્યક્તિ કહ્યું, મેં તેને મારી નાંખી!

લોહીથી લથપથ બેટ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો વ્યક્તિ કહ્યું, મેં તેને મારી નાંખી!
પ્રતિકાત્મક તસવીર

પતિ માનસિક રીતે બિમાર હતો, તેની સારવાર પણ ચાલી રહી હતી.

 • Share this:
  હરિયાણાના રેવાડી જિલ્લામાં એક ક્રૂર હત્યાનો કેસ પોલીસની સામે આવ્યો છે. મોટી વાત એ છે કે હત્યા કર્યા પછી આરોપી પોતે લોહીથી લથબથ બેટ સાથે પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું મેં તેને મારી નાંખી. જો કે સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તો જોયું કે મકાનની છત પર મહિલાનું લોહીના ખોબાચિયામાં પડેલું શબ હતું. હત્યાર કરનાર આરોપી વીરપાલે પોતાની જ પત્નીને બેટથી માર મારીને ક્રૂર હત્યા કરી. અને પછી આ જ લોહીથી લથબથ બેટ લઇને પોલીસ સ્ટેશન પહોંચીને આ મામલે જાણકારી આપી પોતાનો ગુનો કબૂલ્યો.

  ઉલ્લેખનીય છે કે આ કેસ રેવાડીના નાગલિયા રનમોખ ગામનો છે. પ્રાપ્ત જાણકારી મુજબ 30 વર્ષીય આરોપી વીરપાલને તેની પત્નીના ચારિત્ર પર શંકા હતો અને અનેક દિવસોથી આજ વાતના કારણે તે માનસિક રીતે પરેશાન હતો. બુધવારે વહેલી સવારે તેણે પોતાની પત્નીની માથે બેટ મારીને ક્રૂર હત્યા કરી લીધી.  આરોપીએ હત્યા કરીને ભાગવાના બદલે પાલ્હાવાસ પોલીસને આ અંગે જાણકારી આપી હતી. પહેલા તેણે પોલીસને ફોન કર્યો અને પછી પોલીસ પહોંચે તે પહેલા જ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાને સરેન્ડર કરાવી દીધું. જે પછી પોલીસે આરોપીના ઘરે જઇને તેની પત્ની મનીષાના શબ પર પોસ્ટમોર્ટમાં મોકલ્યું.

  વધુ વાંચો : Photos : લોકડાઉને નોકરી છીનવી, પણ 'કળા'એ નવી ઓળખ સાથે આપ્યું કમાણીનું સાધન

  પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કરીને તેની વિધિવત ધરપકડ કરી છે. સાથે જ આરોપીનો કોવિડ 19નો ટેસ્ટ કરાવીને તેને ક્વારંટાઇન સેન્ટરમાં મોકલ્યો છે. પોલીસની શરૂઆતી જાણકારીમાં તે વાત સામે આવી છે કે વીરપાલનું માનસિક સ્થિતિ સારી નહતી. તેની સારવાર પણ કરવામાં આવી હતી.

  પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.
  Published by:Chaitali Shukla
  First published:July 16, 2020, 10:10 am

  ટૉપ ન્યૂઝ