Home /News /national-international /VIDEO: ગર્લફ્રેન્ડની જીદ પર પ્રેમીએ ઢોર માર મારી, આરોપી યુવકના ઘર પર બુલડોઝર ફરી વળ્યું

VIDEO: ગર્લફ્રેન્ડની જીદ પર પ્રેમીએ ઢોર માર મારી, આરોપી યુવકના ઘર પર બુલડોઝર ફરી વળ્યું

મધ્ય પ્રદેશનો બનાવ.

આ મામલો રીવા જિલ્લાના મઉગંજનો છે. એક વાયરલ વીડિયોમાં એક યુવક પોતાની પ્રેમિકાની નિર્દયતાથી મારતો દેખાઈ રહ્યો છે. પ્રેમી દ્વારા કરવામા આવેલી પ્રેમિકાની મારપીટનો વીડિયો જોઈને લોકોના રુવાંડા ઊભા થઈ ગયા હતા.

ભોપાલ: મધ્ય પ્રદેશના રીવામાં ગર્લફ્રેન્ડ સાથે બર્બરતા આચરનારા નિર્દયી આશિકને પોલીસે યૂપીના મિર્ઝાપુરમાંથી પકડી પાડ્યો છે. સાથે જ આ મામલામાં પોલીસ સ્ટેશનના પ્રભારીને પણ સસ્પેન્ડ કરી દેવામા આવ્યું છે, એટલું જ નહીં આરોપીના ઘર પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું છે. પોલીસે આરોપી પંકજ ત્રિપાઠી પર અપહરણ, મારપીટ સહિત અન્ય ધારાઓ પર કેસ નોંધાયો છે. સાથે જ વીડિયો વાયરલ કરનારા યુવક વિરુદ્ધ આઈટી એક્ટમાં કેસ નોંધાયો છે.

બર્બરતા જોઈને સૌ કોઈ હચમચી ગયા


આ મામલો રીવા જિલ્લાના મઉગંજનો છે. એક વાયરલ વીડિયોમાં એક યુવક પોતાની પ્રેમિકાની નિર્દયતાથી મારતો દેખાઈ રહ્યો છે. પ્રેમી દ્વારા કરવામા આવેલી પ્રેમિકાની મારપીટનો વીડિયો જોઈને લોકોના રુવાંડા ઊભા થઈ ગયા હતા. તેની બર્બરતા જોઈને સૌ કોઈ હચમચી ગયા હતા. વીડિયોમાં પ્રેમી પ્રેમિકા ગામના વેરાન રસ્તા પર હોય તેવું લાગી રહ્યું છે.
" isDesktop="true" id="1307715" >

આ એક વાતને લઈને થયો હતો ડખ્ખો


આ વીડિયોમાં જોઈ અને સાંભળી શકાય છે કે, પ્રેમિકા પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરી રહી છે, તેનું કહેવું છે કે, લગ્ન કરીને સાથે રહીએ. બસ આ વાત પંકજને પસંદ ન આવી અને જોત જોતામાં યુવતીને રોડ પર પાડીને ગડદા પાટુ મારવા લાગ્યો હતો.

કલાકો સુધી રોડ પર પડી રહી યુવતી


પંકજે પહેલા યુવતીને થપ્પડ મારી હતી અને જમીન પર ઢળી પડતા ઉપરા ઉપરી લાતો મારતો હતો. જેને લઈને યુવતી બેભાન થઈ ગઈ હતી. યુવતી કલાકો સુધી બેભાન અવસ્થામાં રોડ કિનારે પડી રહી હતી. આ સમગ્ર ઘટનાક્રમમાં નજીકમાં ઊભો રહેલો યુવક વીડિયો શૂટ કરતો રહ્યો. આ દરમિયાન ગામના અમુક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને પોલીસને સૂચના આપી હતી.

પોલીસે યુવક વિરુદ્ધ કેસ નોંધી લીધો


આ મામલાને લઈને એડિશનલ એસપી અનિલ સોનકરે જણાવ્યું છે કે, વાયરલ વીડિયોની ઘટના બુધવારની છે. યુવક અને યુવતી બંને વચ્ચે પ્રેમ સંબંધી હોવાની જાણકારી મળી છે. મારપીટ કરનારો યુવક મઉગંજના ઢેરા ગામનો રહેવાસી છે. જ્યારે યુવતી અન્ય કોઈ ગામની છે. બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. ત્યાર બાદ યુવકે યુવતીની મારપીટ શરુ કરી, પોલીસ વીડિયો ઉતારનારા યુવકને પણ સાથે લઈ આવી હતી. યુવતીની સારવાર હાલમાં હોસ્પિટલમાં થઈ રહી છે. પોલીસ સ્ટેશને પહોંચેલી યુવતીની માતાની ફરિયાદ કોઈએ લીધી નહોતી. પોલીસે પોતાના સ્તર પર વાયરલ વીડિયો જોયો અને યુવક વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
First published:

Tags: Crime news, Madhya pradesh news, Rewa

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો