MP: રીવામાં બસ-ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 15 લોકોનાં મોત, 30થી વધુ ઘાયલ

બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે થઈ જોરદાર ટક્કર, ઘટનાસ્થળે જ 15નાં મોત

બસના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રક સાથે થઈ જોરદાર ટક્કર, ઘટનાસ્થળે જ 15નાં મોત

  • Share this:
    રીવા : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના રીવા (Rewa)માં મુસાફરોથી ભરેલી બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઈ ગઈ છે. આ ભીષણ દુર્ઘટના (Road Accident)માં બસમાં સવાર 15 લોકોનાં મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી જાણકારી મુજબ, દુર્ઘટના ગુરુવાર સવારે લગભગ 6:30 વાગ્યા સર્જાઈ. બસની અંદર હજુ પણ લોકો ફસાયેલા છે. દુર્ઘટનાની જાણ થાં જ ત્યાં પોલીસ અને વહીવટી તંત્ર પહોંચી ગયું છે અને રેસ્ક્યૂ ઑપરેશન (Rescue Operation) હાથ ધરવામાં આવી રહ્યું છે. ઘાયલોને બસથી બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

    મળતી માહિતી મુજબ, બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. ઘાયલ મુસાફરો મુજબ, ચાલક બસને ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ગુડ બાયપાસ પર તે પોતાનું નિયંત્રણ ગુમાવી બેઠો અને બસ રસ્તાના કિનારે ઊભેલા ટ્રકના પાછળના ભાગમાં ટકરાઈ. દુર્ઘટનામાં બસનો આગળનો હિસ્સાને ભારે નુકસાન થયું જેના કારણે ડ્રાઇવર અને ત્યાં બેઠેલા મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.

    અન્ય એક દુર્ઘટનામાં 3 લોકોનાં મોત

    બીજી તરફ, રીવામાં બુધવારે એક અન્ય માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. બુધવારની રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકોનાં મોત થયા છે. એક મિની ટ્રકે સામેથી આવી રહેલી બાઇકને ટક્કર મારી દીધી જેના કારણે બાઇક સવાર ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. હાલ પોલીસ મૃતકોની ઓળખ માટેની પ્રક્રિયા હાથ ધરી રહી છે.

    આ પણ વાંચો, પિતા જ બની ગયો હેવાન, 9 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ, સારવાર દરમિયાન મોત
    Published by:Mrunal Bhojak
    First published: