કપલ બસમાં ઝડપાયું, પુરા કપડા પણ ન પહેરવા દીધા યુવતીને અને પોલીસ સ્ટેશન લવાઈ, Video વાયરલ

રેવા પોલીસે મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે રેવા એસપી શિવકુમાર વર્મા આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યા

 • Share this:
  રેવા : પોલીસ દ્વારા અમાનવીય વર્તનના અનેક કિસ્સા સામે આવતા હોય છે, વર્દીનો રોફ જમાવી ક્યારેક પોલીસકર્મી લોકો સાથે ગેરમાન્ય વર્તન કરી કાયદો હાથમાં લેતા હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશથી સામે આવી છે, જેમાં પોલીસે એક કપલને શંકાસ્પદ હાલતમાં જોયા બાદ યુવતી સાથે ખરાબ વર્તન કરી તેને શરમજનક સ્થિતિમાં મુકી હતી.

  મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રેવા (Rewa) જિલ્લાના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બુધવારે એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે. આક્ષેપ કરવામાં આવે છે કે, શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બસની અંદર શંકાસ્પદ સંજોગોમાં એક યુવક અને યુવતી સાથે આપત્તિજનક શબ્દોનો પોલીસ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો અને ખુબ ખરાબ વર્તન પણ કરવામાં આવ્યું.

  મહત્વની વાત એ છે કે, આટલે જ વાત ન અટકી અને મહિલા પોલીસ કર્મચારીઓની હાજરી વગર જેન્ટ્સ પોલીસકર્મીએ યુવતીને પૂરા કપડા પણ ન પહેરવા દીધા યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગયો. હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હવે રેવા એસપી શિવકુમાર વર્મા આ મામલે તપાસ કરવાની વાત કરી રહ્યા છે.

  આ પણ વાંચોપારિવારીક પ્રેમની કરૂણ કહાની: પત્નીના મોતના વિરહમાં, પતિ અને બે જવાનજોધ દીકરીઓનો સામુહિક આપઘાત

  ઉલ્લેખનીય છે કે, પોલીસ કર્મચારીઓએ યુવતી સાથેની અમાનવીય વર્તન કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શાહપુર વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. આ પછી એસપી રેવા દ્વારા આ મામલે ઉતાવળમાં તપાસ ટીમ બનાવવામાં આવી હતી. જોકે પોલીસકર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.  આ પણ વાંચો - રાજકોટમાં દુ:ખદ બનાવ : ફૂવા સાથે રિસોર્ટમાં મોજ કરવા ગયો ભત્રીજો, 7 વર્ષના માસૂમની ઘરે આવી લાશ

  કહેવામાં આવી રહ્યું છે કે, બસની અંદર યુવક-યુવતી શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. આ પછી સ્થાનિક લોકોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. આરોપ છે કે, ઘટના સ્થળે પહોંચેલી પોલીસ ટીમે યુવતી સાથે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. યુવતીને સંપૂર્ણ કપડાં પહેર્યા વિના જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.

  પોલીસ ઉપર મોટો આક્ષેપ

  v શંકાસ્પદ હાલતમાં વિડિઓ પણ બનાવી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ શાહપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસ કર્મચારીને પ્રભારી તરીકે મૂકવામાં આવી છે. આ હોવા છતાં શંકાસ્પદ હાલતમાં પકડાયેલી યુવતીને મહિલા પોલીસકર્મીની મદદ લીધા વગર પોલીસ સ્ટેશન લાવવામાં આવી છે
  Published by:kiran mehta
  First published: