J&Kમાંથી AFSPA હટાવવો સૈનિકોને વધસ્તંભ પર ચઢાવવા સમાન: PM

News18 Gujarati
Updated: April 9, 2019, 12:42 PM IST
J&Kમાંથી AFSPA હટાવવો સૈનિકોને વધસ્તંભ પર ચઢાવવા સમાન: PM
પીએમ મોદીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢરા અને AFSPA હટાવવાને લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા.

પીએમ મોદીએ કહ્યું કે, સરકારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં AFSPAને હટાવતાં પહેલાં તે બિનજરૂરી રહી જાય

  • Share this:
નવી દિલ્હી: કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશલ પાવર્સ એક્ટ (AFSPA)ને હટાવવાના વાયદા પર પીએમ મોદીએ હુમલો કરતાં વડાપ્રધાન મોદીએ સોમવારે કહ્યું કે આ એક્ટને હટાવવો આપણા સૈનિકોને વધસ્તંભ પર ચઢાવવા સમાન છે.

News18 સાથેના એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને સુરક્ષિત રાખવા અને તેના મનોબળને ટકાવી રાખવા માટે AFSPA જરૂરી છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે સરકાર પાસે તેના સુરક્ષા દળોને સુરક્ષિત રાખવાના પાવર હોવા જોઈએ. તો જ આપણી પાસે લડવા માટે જુસ્સો હશે. જમ્મુ-કાશ્મીરમાંથી AFSPAને હટાવવું આપણા સૈનિકોને વધસ્તંભ પર ચઢાવવા સમાન છે. હું તેમની સાથે આવું નહીં થવા દઉં.

જમ્મુ-કાશ્મીરના અસરગ્રસ્ત વિસ્તારોમાં આ એક્ટની જરૂરિયાત પર ભાર મૂકતાં પીએમ મોદીએ કહ્યું કે, સરકારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જ્યાં AFSPAને હટાવતાં પહેલાં તે બિનજરૂરી રહી જાય. વડાપ્રધાને અરુણાચલ પ્રદેશનું ઉદાહરણ આપ્યું જ્યાં સરકારે એક્ટને આંશિક રીતે પાછો ખેંચી લીધો છે. તેમણે જણાવ્યું કે, પહેલા અમે કેટલાક જિલ્લાઓ (અરૂણાચલ)માંથી તેને પાછો ખેંચ્યો. ત્યારબાદ અમે અન્ય રાજ્યોમાંથી પણ પાછો ખેંચ્યો. વર્ષ 1980 પછી આ પ્રકારનું પગલું લેનારી અમારી પહેલી સરકાર છે. પણ અમે કાયદો અને વ્યવસ્થા કાયમ રાખી છે.

ગત સપ્તાહે જાહેર થયેલા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાં AFSPAને હટાવવા અંગે પુન:વિચાર કરવાનો વાયદો કરવામાં આવ્યો છે, જેનો બીજેપી નેતાઓએ ઉગ્રપણે વખોડી રહ્યા છે. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયાં બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસનું વિઝન ડોક્યુમેન્ટ 'ખતરનાક વિચાર' છે જેનાથી દેશના ટુકડે-ટુકડા થઈ જશે. જેટલીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો ટુકડા-ટુકડા ગેંગ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો, ચૂંટણી ઢંઢેરા પછી News18 સાથે PM મોદીનો સૌથી મોટો ઇન્ટરવ્યૂ

પીએમ મોદીએ પણ આ મુદ્દે આવા જ પ્રકારનો વ્યૂહ વ્યક્ત કરતાં કહ્યું કે, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો 'સોફ્ટ ઓન ટેરર' (આતંક સામે કૂણું વલણ) છે. આપણે આતંકવાદના નાશને લઈ મધ્યમાં ઊભા છીએ. આતંકવાદીઓ નૈતિક બળ ગુમાવી ચૂક્યા છે અને તેમની સામે આપણે મનોવૈજ્ઞાનિક યુદ્ધ જીતી રહ્યા છીએ.આ પણ વાંચો, ડૂબતી નૌકા છે માયાવતી, બચવા માટે શોધી રહી છે મુસલમાનોનો સહારો : PM મોદી

કોંગ્રેસનો ભારતીય સેનાને લઈ કરવામાં આવેલા નિવેદનને પાકિસ્તાન સાથે તુલના કરતાં પીએમ મોદીએ જણાવ્યું કે, કોઈ દેશભક્ત આ ભાષાને સહન ન કરી શકે. તેમનો મેનિફેસ્ટો AFSPA (જમ્મુ-કાશ્મીરમાંથી) હટાવવાની વાત કહી રહ્યો છે. તેનાથી સૈનિકોના હાથમાંથી હથિયાર છીનવવાનો પ્રયાસ છે.

AFSPA સેનાને વિશેષ અધિકાર આપે છે જે હેઠળ તે વોરન્ટ વગર કોઈની પણ ધરપકડ કરી શકે છે, કાયદો-વ્યવસ્થાની વિરુદ્ધ કામ કરનારાઓ પર ગોળી ચલાવી શકે છે કે બળપ્રયોગ કરી શકે છે. તે હેઠળ સૈનિકોને કાયદાકીય રીતે ઇમ્યૂનિટી મળેલી છે.

(વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પૂરો ઇન્ટરવ્યૂ ન્યૂઝ18 ગુજરાતી સહિત નેટવર્ક18ની તમામ ચેનલો પર મંગળવાર સાંજે 7 વાગ્યે અને રાત્રે 10 વાગ્યે પ્રસારિત કરવામાં આવશે.)
First published: April 9, 2019, 8:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading