Home /News /national-international /Covid-19 Guidelines For Children: બાળક કોરોના સંક્રમિત હોય તો આ રીતે કરો સારવાર, કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જારી કરી

Covid-19 Guidelines For Children: બાળક કોરોના સંક્રમિત હોય તો આ રીતે કરો સારવાર, કેન્દ્ર સરકારે ગાઇડલાઇન્સ જારી કરી

ગાઈડલાઈન મુજબ 15થી 18 વર્ષના બાળકોને વહેલી તકે કોરોનાની રસી લગાવવામાં આવે. (Image- PTI)

New Guidelines For Covid-19 Management In Children: નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન (Omicron)ને કારણે ફેલાતું સંક્રમણ બહુ ગંભીર નથી. તેથી, જો બાળકોમાં સંક્રમણના કોઈ લક્ષણો ન હોય અથવા હળવા હોય, તો તેમને ઘરે (Home Isolation) સારવાર આપવાનો પ્રયાસ કરો.

વધુ જુઓ ...
New Guidelines For Covid-19 Management In Children: કોરોના સંક્રમણ (Corona Infection)ની આ ત્રીજી લહેરમાં બાળકો અને કિશોરો પણ ચપેટમાં આવી રહ્યા છે. તેને જોતાં કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન (New Guidelines) જારી કરી છે. તેમાં બાળકો અને કિશોરોને કોરોના સંક્રમણથી બચાવવાના સૂચનો ઉપરાંત તેમને આપવામાં આવતા ઇલાજ અંગે વિશેષ જાણકારી આપવામાં આવી છે.

સરકાર તરફથી 20 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇને 16 જૂન 2021ના જારી થયેલી ગાઇડલાઇનની જગ્યા લીધી છે. તેમાં સૌથી મહત્વની સલાહ એ છે કે બાળકો અને કિશોરોના સંક્રમિત થવા પર પણ તેમને કોરોનાના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી એન્ટીવાયરસ (Antivirus) દવાઓ ન આપવામાં આવે.

તેમાં કહેવામાં આવ્યું છે, ‘સંક્રમિત બાળકોની ઉંમર જો 18 વર્ષથી ઓછી છે તો સંક્રમણ કોઇપણ સ્તરનું હોય, તેમને રેમડેસિવિર (Remdesivir), મોલનુપિરાવિર (Molnupiravir), ફેવિપિરાવિર (Favipiravir), ફ્લૂવોક્સોમાઈન (Fluvoxamine) જેવી દવાઓ ન આપવામાં આવે. સાથે જ માનવ શરીરમાં પ્રતિરૂપી એન્ટીબોડી(Monoclonal Antibodies) ઉત્પન્ન કરનારી દવાઓ, જેમકે સોટ્રોવિમેબ (Sotrovimab), કેસિરિવિમેબ+ (Casirivimab+), ઇમડેવિમેબ (Imdevimab) પણ તેમને ન આપવામાં આવે.’

આ પણ વાંચો: ભારતમાં ઓમિક્રોનનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ, જાણો કેટલો ઘાતક છે નવો સબ-વેરિઅન્ટ BA.2

સરકાર મુજબ, આ પ્રકારની દવાઓ માનવ શરીર પર કેવા દૂરગામી પરિણામો લાવી રહી છે, તે હજુ જાણી શકાયું નથી. આ અંગે હજુ અભ્યાસ ચાલુ છે. તેથી, બાળકોને આ દવાઓ આપવાની ભલામણ ન કરી શકાય. નવી માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓમિક્રોન (Omicron)ને કારણે ફેલાતું સંક્રમણ બહુ ગંભીર નથી. તેથી, જો બાળકોમાં સંક્રમણના કોઈ લક્ષણો ન હોય અથવા હળવા હોય, તો તેમને ઘરે (Home Isolation) સારવાર આપવાનો પ્રયાસ કરો. તેમજ 15થી 18 વર્ષના બાળકોને શક્ય તેટલી વહેલી તકે કોરોનાની રસી (Corona Vaccine) લગાવવામાં આવે. તેમાં 5 વર્ષ સુધીના બાળકોને માસ્ક પહેરવાની જરૂરિયાતનો પણ ઉલ્લેખ નથી.

આ પણ વાંચો: ઓમિક્રોનથી સંક્રમિત 60 વર્ષથી ઓછી વયના દર્દીઓ paracetamol લઈ શકે છે: એક્સપર્ટ

સરકારની ગાઇડલાઇન અનુસાર, કોરોના સંક્રમણની સારવાર માટે બાળકોને તાવ હોય તો તેમના વજન અનુસાર પેરાસિટામોલ (Paracetamol) આપી શકાય છે. પ્રતિ કિલોગ્રામ 10-15 મિલિગ્રામના હિસાબે દર 4-6 કલાકે 1-1 ટેબ્લેટ. જો સાથે ઉધરસ હોય તો ગળાને રાહત આપનારી હળવી સીરપ વગેરે આપી શકાય. આ ઉપરાંત, તેમને દિવસમાં 3-4 વખત ગરમ પાણીથી ગાર્ગલ કરવાની સલાહ આપવામાં આવે છે. પેટ સાફ રાખવા માટે માત્ર મોં દ્વારા લેવામાં આવતી દવાઓ (સિરપ વગેરે) જ આપવી જોઈએ. આ સિવાય તેમના માટે પોષણયુક્ત ખોરાક સુનિશ્ચિત કરવો જોઈએ.

આ પણ વાંચો: નાજુક વળાંક ઉપર ઉભી છે દુનિયા, ઓમિક્રોન અંતિમ વેરિએન્ટ નહીં હોય : WHOની ચેતવણી

મહારાષ્ટ્ર સરકારના કોરોના ટાસ્ક ફોર્સ (Corona Task Force)ના સભ્ય ડો આરતી કિનિકર કહે છે કે, 'સંક્રમણના હળવા લક્ષણોવાળા કેસમાં બાળકો ઉપરાંત અન્ય લોકોને પણ કોરોનાની વિશિષ્ટ સારવાર આપવાની જરૂર નથી.'
First published:

Tags: Children Health, Corona guidelines, Coronavirus, COVID 19 guideline, COVID-19, National News in gujarati, ઓમિક્રોન

विज्ञापन