સેનામાં મહિલાઓના સ્થાયી કમિશન પર રિવ્યૂના આદેશ, 5 પોઇન્ટ્સમાં જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું

સુપ્રીમ કોર્ટે સેનાના વાર્ષિક રિપોર્ટ અને મેડિકલ ફિટનેસના માપદંડોને વિલંબથી લાગુ કરવાને મહિલાઓ સાથે પક્ષપાતપૂર્ણ ગણાવ્યું

સુપ્રીમ કોર્ટે સેનાના વાર્ષિક રિપોર્ટ અને મેડિકલ ફિટનેસના માપદંડોને વિલંબથી લાગુ કરવાને મહિલાઓ સાથે પક્ષપાતપૂર્ણ ગણાવ્યું

 • Share this:
  નવી દિલ્હી. સેના (Army)માં મહિલાઓના સ્થાયી કમિશનને લઈ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે સેનાને એક મહિનાની અંદર મામલા પર વિચાર કરવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ કોર્ટે સેનાના વાર્ષિક રિપોર્ટ અને મેડિકલ ફિટનેસના માપદંડોને વિલંબથી લાગુ કરવાને મહિલાઓ સાથે પક્ષપાતપૂર્ણ ગણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશન (Permanent Commission for Women)ને સમર્થન કરી રહેલી 80 મહિલાઓની અરજીઓ પર સુનાવણી કરી હતી.

  ખાસ વાત એ છે કે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલા અધિકારીઓને પુરુષોની સમાન કમાન્ડ પદો માટે પાત્ર હોવાની અનુમતિ આપી હતી. તે સમયે પણ કોર્ટે સરકારના તર્કોને ભેદભાવપૂર્ણ, પરેશાન કરનારા અને રૂઢિવાદ પર આધારિત ગણાવ્યા હતા. કોર્ટે એવું પણ કહ્યું હતું કે મહિલાઓ માટે સેવાકાળની ચિંતા કર્યા વગર તમામ મહિલાઓ માટે સ્થાયી કમિશન ઉપલબ્ધ હશે.

  અરજીઓ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

  1. અરજીઓ પર સુનાવણી દરમિયાન કોર્ટે મહિલાઓ માટે અનિવાર્ય મેડિકલ ફિટનેસને મનસ્વી અને તર્કહીન ગણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે સેનાના એન્યૂઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એટલે કે ACR આકલન અને મેડિકલ ફિટનેસ માપદંડોમાં વિલંબથી લાગુ કરવા મહિલા અધિકારીઓ માટે ભેદભાવપૂર્ણ છે.

  2. કોર્ટ પહેલા પણ મહિલાઓને સ્થાયી કમિશન આપવાની વાત કહી ચૂક્યું છે. આ વખતે કોર્ટે આકલન પ્રક્રિયાને મહિલા અધિકારીઓને પરેશાન કરનારી ગણાવી છે. બેન્ચે કહ્યું કે, આકલનની પદ્ધતિના કારણે SSC એટલે કે શોર્ટ સર્વિસ કમિશન મહિલા અધિકારીઓને આર્થિક અને માનસિક રીતે નુકસાન પહોંચાડે છે.

  આ પણ વાંચો, શ્રીગંગાનગરઃ આર્મીની જિપ્સીમાં પલટતાં જ લાગી આગ, 3 જવાનોનાં મોત, 5 ગંભીર

  3. આ દરમિયાન કોર્ટે સેનામાં કાર્યરત મહિલાઓના કાર્યોના વખાણ પણ કર્યા છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે કહ્યું કે, અનેક મહિલા અધિકારીઓએ અનેક એવોર્ડ જીત્યા છે. અનેક મહિલા અધિકારીઓએ વિદેશના અસાઇમેન્ટ્સ પર શાનદાર કામ કર્યું છે. સાથોસાથ તેઓએ મહિલાઓની પસંદગીને લઈને રચવામાં આવેલા બોર્ડ ઉપર પણ સવાલ ઊભા કર્યા છે.

  4. મહિલાઓના પક્ષમાં ચુકાદો સંભળાવતા કોર્ટે પસંદગી પ્રક્રિયા ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે કહ્યું કે, અમને જાણવા મળ્યું છે કે જેઓએ સ્પોર્ટ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું, તેમને પણ નજરઅંદાજ કરવામાં આવ્યા. ખાસ વાત એ છે કે ચુકાદામાં કોર્ટે મહિલાઓની ઉપલબ્ધિઓ સાથે જોડાયેલી એક મોટી યાદી પણ સામેલ કરી છે. કોર્ટે કહ્યું કે, એવું લાગે છે કે બોર્ડ સિલેક્શનને બદલે રિજેક્શન માટે બેસે છે.

  આ પણ વાંચો, ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, પહેલી એપ્રિલથી મોંઘા થઈ જશે Escortsના ટ્રેક્ટર

  5. ગુરૂવારે કોર્ટે શોર્ટ સર્વિસ કમિશન મહિલાઓની સાથે ભેદભાવને લઈ અપ્રત્યક્ષ રીતે સેનાની ટીકા કરી. કોર્ટે કહ્યું કે દેશ માટે ખ્યાતિ પ્રાપ્ત કરનારી મહિલાઓને પણ પર્માનેન્ટ કમિશનના મામલામાં નજરઅંદાજ કરવામાં આવી.
  Published by:Mrunal Bhojak
  First published: