સમસ્તીપુરઃ બિહારના (Bihar) વિભૂતિપુર વિસ્તાર એક પ્રેમિકાને મળીને ઘરે પરત ફરતા પ્રેમીને (boyfriend) ગામ લોકોને રાતના અંધારામાં લોકોએ પકડી પાડ્યો હતો. જેના પગલે વિસ્તારમાં ચોર ચોરની હોહા થઈ ગઈ હતી. ગામ લોકોએ (Villagers) તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રેમી દરોગા નીકળ્યો હતો. અને ઝારખંડમાં (jharkhand) પોસ્ટિંગ હોવાનું સામે આવ્યું હતું.
મળતી માહિતી પ્રમાણે પ્રેમી યુવક ગત શનિવારે રાત્રે પોતાના દોસ્તો સાથે પ્રેમિકાને મળીને આવતો હતો. પ્રેમિકાને મળીને પરત ફરતો હતો. તે દરમિયાન ગ્રામીણોને એ બધાને ચોર સમજીને પકડી લીધા હતા. અને વિસ્તારમાં ચોર-ચોરની બૂમો પડવા લાગી હતી. પકડાયા બાદ પ્રેમી યુવકે ગ્રામીણોને પોતાનો પરિચય દરોગાના સ્વરૂપમાં આપ્યું હતું.
ત્યારબાદ ગ્રામીણોએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. જાણ થતાં વિભૂતિપુર પોલીસની ટીમ ગામ પહોંચી હતી. તપાસ કરતા પ્રેમી યુવક ઝારખંડમાં દરોગાના સ્વરૂપમાં કાર્યરત હોવાની જાણકારી મળી હતી.
આ પણ વાંચોઃ-સંબંધો શર્મશાર! 'સસરાએ મારો સંસાર ઉજાડી નાંખ્યો', સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચર્યું, વિરોધ કરનાર પુત્રને મારી ગોળી
વધુ મળતી માહિતી પ્રમાણે પોલીસકર્મીનો છેલ્લા 3 વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. છૂટ્ટીમાં ઘર આવે ત્યારે તે પ્રેમિકાને મળવા આવતો હતો. ગત શનિવારે પણ તે પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો.
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ટંકારા: નવ વર્ષની બાળકી ઉપર ઓવરબ્રિજની બાઉન્ડ્રીવોલ પડતા કમકમમાટી ભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ
આ પણ વાંચોઃ-એક જ વર્ષમાં 23 બાળકોનો 'બાપ' બન્યો આ યુવક, મહિલાઓ કેમ કરે છે પસંદ? આ રહ્યું કારણ
પરંતુ ગેરસમજના કારણે ગામના લાકોએ તેને પકડી લીધો હતો. જોકે, પોલીસ પહોંચ્યા બાદ દરોગાએ ગ્રામીણો ઉપર પોતાનો રોફ દેખાડવા લાગ્યો હતો. જેનાથી ગ્રામિણો ગુસ્સે ભરાયા હતા. જેના કારણે મોડી રાત સુધી હાઈવોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસે ભારે મહેનત બાદ મામલાને શાંત પાડ્યો હતો. દરોગાને બોન્ડ પેપર ઉપર લખીને લગ્નનું વચન આપવું પડ્યું હતું. ત્યારબાદ ગ્રામીણોએ તેને જવા દીધો હતો.