રિટાયર્ડ કપલે ગણિતના સહારે લોટરીમાં જીત્યા 200 કરોડ રૂપિયા

લોટરી જીતવા પર બંનેનું કહેવું છે કે આ બેઝિક અંકગણિતનો ખેલ છે. તેના સહારે લોટરીમાં સફળતા મળી. (ટ્વિટર ઇમેજ)

બંનેની કહાણી એટલી દિલચસ્પ છે કે તેની પર ટૂંક સમયમાં જ એક હોલિવૂડ ફિલ્મ પણ બનવા જઈ રહી છે

 • Share this:
  અમેરિકાના એક રિટાયર્ડ કપલે ગણિતના ફોમ્યૂલાના સહારે લોટરીમાં 200 કરોડ જીતી લીધા. મિશિગનના રહેવાસી જેરી અને માર્જી સેલબીએ ગણિતની સાથે જ લોટરી સિસ્ટમમાં રહેલી ખામીનો પણ ફાયદો ઉઠાવ્યો. બંને એક કન્વીન્યન્સ સ્ટોર ચલાવે છે. બંનેની કહાણી એટલી દિલચસ્પ છે કે તેની પર ટૂંક સમયમાં જ એક હોલિવૂડ ફિલ્મ પણ બનવા જઈ રહી છે.

  જેરીની પાસે મેથ્સની ડિગ્રી છે. સ્થાનિક મીડિયા અનુસાર લોટરી જીતવા પર બંનેનું કહેવું છે કે આ બેઝિક અંકગણિતનો ખેલ છે. તેના સહારે લોટરીમાં સફળતા મળી. લોટરથી થયેલી કમાણીથી જેરી અને માર્જીએ પોતાના 6 બાળકોની મદદ અને 14 પૌત્ર-પૌત્રીઓના અભ્યાસ પર ખર્ચ કર્યો. બંનેનના લવ મેરેજ ગયા છે.

  80 વર્ષીય જેરીની 2003માં પહેલીવાર 'વિનફોલ' નામની એક લોટરી ગેમ વિશે જાણવા મળ્યું. તેના વિશે માહિતી એકત્ર કરવા દરમિયાન તેમાં એક ખામી નજરે પડી. તેનાથી તેમને લાગ્યું કે તેમની જીતવાની તક વધુ છે. આ લોટરી 'ગેમ રોલ ડાઉન' ફીચરની સાથે આવે છે. તેનો અર્થ એ છે કે જો કોઈને પણ જરૂરી 6 અંક ન મળે તો પૈસા તેની આસપાસ પહોંચનારા લોકોમાં વહેંચવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે લોકોએ ત્રણ અને ચાર અંક સુધી સાચું અનુમાન લગાવ્યું હોય તેમને પૈસા મળે છે.

  જેરીએ હફિંગટન પોસ્ટને જણાવ્યું કે, મેં ગુણાકાર-ભાગાકાર કર્યો તો જાણ્યું કે તેનાથી મને ફાયદો થઈ શકે છે. જોકે, પહેલા પ્રયાસમાં જેરીને સફળતા ન મળી એન તેઓ 50 ડોલર હારી ગયા. ત્યારબાદ તેઓએ 3600 ડોલર એટલે લગભગ 2.57 લાખ રૂપિયાની ટિકિટો ખરીદી લીધી. તેમને આ વખતે વિશ્વાસ હતો કે તેઓ સફળ થઈ જશે.

  તેમનો આત્મવિશ્વાસ રંગ લાવ્યો. બીજા પ્રયાસમાં જેરીને 11 લાખ જીત્યા. થોડી વધુ લોટરી જીત્યા બાદ જેરીએ પોતાની પત્નીને આ વિશે જણાવ્યું અને સગા-સંબંધીઓ, મિત્રો તથા બાળકોની સાથે મળી તેઓએ ઇન્વેસ્ટમેન્ટ કંપની ખોલી છે.

  આ બધા મળી હજારો ટિકિટ ખરીદી લેતા હતા અને તેઓએ લગભગ 57 કરોડ રૂપિયા કમાયા. જોકે બાદમાં 'વિનફોલ' લોટરી બંધ થઈ ગઈ. પરંતુ મેસાચૂસેટ્સમાં આવા જ પ્રકારની એક લોટરી ચાલી રહી હતી તો આ લોકો ત્યાં ચાલ્યા ગયા.

  વિઝા સ્કેમઃ USએ કહ્યું, 'ભારતીય વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ શું કરી રહ્યાં છે'

  મેસાચૂસેટ્સમાં પણ 6 વર્ષ સુધી આ લોકોઅ ઘણા પૈસા કામયા પરંતુ ટૂંક સમયમાં આ લોકો તપાસના દાયરામાં આવી ગયા. એક અખબારે લોટરીની ખામી તરફ ખુલાસો કર્યો. ત્યારબાદ આ ગેમ બંધ કરી દેવામાં આવી અને એક તપાસ શરૂ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે એમઆઈટીના કેટલાક સ્ટુડન્ટ પણ આ ખામી દ્વારા પૈસા કમાઈ રહ્યા હતા. જોકે, પોલીસની તપાસમાં આ લોકોને ક્લીન ચીટ આપવામાં આવી કારણ કે આ લોકો ખોટો રસ્તો નહોતો અપનાવ્યો.
  Published by:Mrunal Bhojak
  First published: