સર્જિકલ સ્ટ્રાઇકનું વધારે જ મહિમામંડન કરાયું: નિવૃત્ત લેફ્ટનેન્ટ જનરલ હૂડા

નિવૃત્ત લેફ્ટનેંટ જનરલ ડીએસ હૂડા (ફાઇલ ફોટો)

નિૃવત્ત લેફ્ટેનેંટ જનરલ ડીએસ હૂડાએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇકનું આ રીતે રાજકારણ થવું સાચું કે ખોટું..આ આપણે રાજનેતાઓને જ પૂછવું જોઈએ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (PoK)માં છૂપાઈ બેઠેલા આતંકવાદીઓની વિરુદ્ધ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકના લગભગ બે વર્ષ બાદ નિવૃત્ત લેફ્ટનેંટ જનરલ ડીએસ હૂડાએ તેની પર ટિપ્પણી કરી છે. તેમનું માનવું છે કે આ મામલાનું જરૂરથી વધારે મહિમામંડન કરવામાં આવ્યું.

  હૂડાએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે આ મામલાનું જરૂરતથી વધારે મહિમામંડન કરવામાં આવ્યું. સેનાના ઓપરેશન જરૂર હતી અને અમારે તે કરવાનું હતું. હવે તેની પર આટલું રાજકારણ થવું, તે સાચું છે કે ખોટું...તે તો આપણે રાજનેતાઓને જ પૂછવું જોઈએ.

  બીજી તરફ, નિયંત્રણ રેખા પર થતી કોઈ અપ્રિય ઘટનાથી સીમા પર તહેનાત સૈનિકોને કેવી રીતે પાર પાડવી જોઈએ? આ સવાલના જવાબમાં હૂડાએ કહ્યું કે, મને લાગે છે કે નિયંત્રણ રેખા પર જે પ્રકારની વસ્તુઓ થઈ રહી છે, તેવી સ્થિતિમાં જ્યાં સુધી પાકિસ્તાન તણાવ ઓછો કરવા કે ઘૂસણખોરી રોકવા માટે કોઈ પગલાં નથી ઉઠાવતી, ત્યાં સુધી આપણે ખૂબ જ સક્રિય અને વળતી કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.

  આ પણ વાંચો, સર્જિકલ સ્ટ્રાઇક યૂનિટ રચવાની તૈયારીમાં મોદી સરકાર, ત્રણેય સેનાના જાંબાઝ જવાન થશે સામેલ

  નોંધાનીય બાબત એ છે કે પૂર્વ સેના પ્રમુખ જનરલ દલબીરસિંહ સુહાગે આ વર્ષે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે ભારતીય સેના 2016માં સર્જિકલ સ્ટ્રાઇક મમાટે જૂન 2015થી જ તૈયારી કરવામાં આવી રહી હતી. તેની સાથે જ તેઓએ જણાવ્યું કે, જવાનોને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે અહીં નિષ્ફળતાનું સ્થાન નથી.

  જનરલ સુહાગે તેની સાથે દાવો કર્યો હતો કે જરૂર પડતાં ભારતીય સેના વધુ પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. તેઓએ ત્યારે કહ્યું હતું કે, અમે અમારી કાબેલિયત દર્શાવી દીધી છે. અમારા જવાન ખૂબ જ પ્રેરિત અને ફરી એક વાર આવું કરી ચૂક્યા છે તો તેઓ ફરી પણ તેને લઈને આશ્વસ્ત છે. એટલા માટે, જો અમે એક વાર આવુ કરી શકીએ તો અમે બીજી વાર પણ કરી શકીએ છીએ અને જરૂર પડશે તો વારંવાર આવું કરી શકીએ છીએ.
  Published by:Mrunal Bhojak
  First published: