નિરાધારનો આધાર: કેરળના નિવૃત મહિલા પ્રોફેસરે વંચિતો માટે 200 મકાન બનાવ્યા

નિરાધારનો આધાર: કેરળના નિવૃત મહિલા પ્રોફેસરે વંચિતો માટે 200 મકાન બનાવ્યા

  • Share this:
નવી દિલ્લી:  કેરળની પઠાણમિત્તા કેથોલિક કોલેજમાંથી પ્રાણીશાસ્ત્રના નિવૃત અધ્યાપક ડો. એમ એસ સુનિલ અત્યારે વંચિત અને નિરાધાર લોકોને આશ્રય આપવામાં માટે જાણીતા છે. તેમની કરુણામય કામગીરીની ઠેર ઠેર પ્રશંસા થાય છે. રાષ્ટ્રીય સેવા યોજના (એનએસએસ) પ્રોગ્રામ અધિકારી તરીકે કાર્ય કરતી વખતે તેમને સામાજિક કાર્ય માટે વિચાર આવ્યો હતો.

આ દરમિયાન તેમને ખબર પડી કે, કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરતી યુવતી આશા તેના દાદી સાથે દરવાજા વગરના ઘરમાં રહેતી હતી. આ યુવતીની દુર્દશાથી પ્રેરાઇને પ્રોફેસરે વિદ્યાર્થી માટે ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓ યુવતીની વહારે આવ્યા હતા.વિદ્યાર્થીઓ અને સાથી કર્મચારીઓના સહયોગથી તેમણે 2005માં રૂ.1.17 લાખના ખર્ચે મકાન બનાવ્યું હતું. ત્યારથી MS સુનિલે પાછળ વળીને જોયું નથી. આશા સરકારી શાળામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક છે. સુનિલ દ્વારા બાંધવામાં આવેલા મકાનમાં તેઓ આજે પણ રહે છે.

ઉલ્લેખનીય છે કે, તેમણે 2005થી અત્યાર સુધીમાં વંચિત અને નિરાધાર લોકો માટે 200 મકાનો બનાવ્યા છે. તેમનું 200મુ ઘર કેરળના અલાપ્પુઝા જિલ્લાના કવલમ ખાતે બન્યું હતું. આ ઘર જાનકી અને રૂક્મિણી બે વિધવા મહિલાઓને સોંપવામાં આવ્યું હતું. જમીનના દસ્તાવેજો જાનકી (ઉ.80)ના નામે છે. જ્યારે રુક્મિણી તેમના નજીકના સગા છે. 5 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા આ મકાનને શિકાગો મલયાલી એસોસિએશન (સીએમએ) દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો.

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરના હસ્તે ગત 18 એપ્રિલના ​​રોજ જાનકી અને રુક્મિનીને ઘર સોંપવામાં આવ્યું હતું. સુનિલે IANSને કહ્યું હતું કે, જર્જરિત આવાસમા રહેનાર જરૂરિયાતમંદને આ 200મુ ઘર સોંપવામાં આવ્યું છે. તેમની આંખોમાં આવેલા આંસુ રોકવા બદલ હું ખરેખર ખુશ છું અને ગર્વ અનુભવું છું.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે MS સુનિલ દ્વારા અપાયેલા સમાજમાં અનુકરણીય યોગદાન બદલ મહિલા દિન નિમિત્તે તેમને વર્ષ 2018માં નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

લાભાર્થીઓની પસંદગી અંગે વાત કરતાં MS સુનિલે જણાવ્યું હતું કે, આ પસંદગી ફક્ત જાતિ અથવા ધર્મના આધારે નથી થતી. પણ જરૂરિયાતના આધારે થાય છે. તેઓ માત્ર આ વાતથી અટકી ગયા નથી. તે દર મહિને રક્તદાન શિબિર યોજે છે. અન્ય સેવાકીય પ્રવૃતિઓ પણ કરે છે.

2018ના પુરમાં છત ગુમાવનાર લોકો માટે તેમણે 23 ઘરો બનાવ્યા છે. હવે 201માં ઘર બનાવવાની તૈયારી ચાલે છે.

આ મામલે તેમણે જણાવ્યું હતું કે, શરૂઆતમાં મારે જરૂરિયાતમંદોને ઘર પૂરા પાડવા માટે મારા પોતાના સંસાધનોનો ઉપયોગ કરવો પડ્યો હતો. પરંતુ ધીરે ધીરે સમાજના તમામ વર્ગના લોકોએ મારા અભિયાનને ટેકો આપવાનું શરૂ કર્યું હતું. લોકો એકવાર આગળ આવે ત્યારે તમે સાચા હોવાનું જાણવા મળે છે. મને સમર્થન આપવા બદલ હું ભગવાન તેમજ સારા લોકોનો આભાર માનું છું

ઉલ્લેખનીય છે કે, MS સુનીલનું નામ પુરૂષ જેવું છે. આ નામ રાખવાનો નિર્ણય તેના પિતા સ્વ એમ એમ સેમ્યુઅલ દ્વારા લેવામાં આવ્યો હતો. તેઓ પુત્ર જન્મની અપેક્ષા રખતા હતા. જેથી તેમણે આ નામ વિચારી રાખ્યું હતું. જો કે, દીકરી જન્મ થતા આ નામ જ તેને આપ્યું હતું.

MS સુનિલે કહ્યું કે, આ એક રસપ્રદ નામ છે. સામાન્ય રીતે આવુ નામ મહિલાને આપવામાં આવે છે. આ નામ અંગે લોકો મને તમામ પ્રકારના પ્રશ્નો પૂછતા હતા. પરંતુ મને લાગે છે કે મારા પિતાના નિર્ણયથી મને સમાજમાં વધારે માઇલેજ મળ્યું છે.
Published by:News18 Gujarati
First published:May 03, 2021, 21:31 pm