EXCLUSIVE : પૂર્વ IAS વિરુદ્ધ ફરિયાદ દાખલ, અયોધ્યા રામ મંદિર સાથે ગાઢ સંબંધ

News18 Gujarati
Updated: June 13, 2020, 8:33 AM IST
EXCLUSIVE : પૂર્વ IAS વિરુદ્ધ ફરિયાદ દાખલ, અયોધ્યા રામ મંદિર સાથે ગાઢ સંબંધ
ફાઇલ તસવીર

એસ.પી. સિંહ ઉત્તર પ્રદેશના એ પસંદગીના અધિકારીઓમાં સામેલ છે, જેમની હાજરીમાં અયોધ્યાના વિવાદિત ઢાંચાનું 1986ના વર્ષમાં તાળું ખોલવામાં આવ્યું હતું.

  • Share this:
લખનઉ : સોશિયલ મીડિયા (Social Media) પર ખોટી જાણકારી ફેલાવવાના આરોપમાં લખનઉ પોલીસે પૂર્વ આઈએએસ અધિકારી સૂર્ય પ્રતાપ સિંહ (Surya Pratap Singh) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમની વિરુદ્ધ આઈટી એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એસ.પી. સિંહ 1982ના આઈએએસ અધિકારી રહી ચુક્યા છે. ચાર વર્ષ પહેલા તેમણે વીઆરએસ લીધું છે. એવી માહિતી મળી છે કે તેમનો અયોધ્યાના રામ મંદિર (Ayodhya Ram Mandi) સાથે ખૂબ ગાઢ સંબંધ છે. એસ.પી. સિંહ એ એવા પસંદગીના અધિકારીઓમાંથી એક છે, જેમની હાજરીમાં અયોધ્યાના વિવાદિત ઢાંચાનું તાળું ખોલવામાં આવ્યું હતું. આ સમયે ઉત્તર પ્રદેશમાં બહાદુરસિંહની સરકાર હતી અને એસ.પી. સિંહ તેમના વિશેષ સચિવ હતા.

જ્યારે મુખ્યમંત્રીએ અડધી રાત્રે અયોધ્યા રવાના કર્યા હતા

એસ.પી. સિંહ ઘટનાને યાદ કરતા કહે છે કે અડધી રાત્રે સીએમ બહાદુરસિંહ તેમને પોતાના નિવાસ પર બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તાત્કાલિક અયોધ્યા માટે રવાના થાઓ. રામ મંદિરમાં વર્ષોથી લાગેલું તાળું ખોલવાનું છે. તેમના માટે એક એમ્બેસેડર કાર આવી હતી, કારણ કે ત્યારે વિશેષ સચિવને સરકાર તરફથી કોઈ ગાડી આપવામાં આવતી ન હતી. કારમાં સવાર થઈને તેઓ ભોરથી સીધા અયોધ્યા પહોંચી ગયા હતા અને જિલ્લાધિકારી ઇન્દુ કુમાર પાંડેયના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા વિવાદિત ઢાંચા પર પહોંચ્યા હતા, ત્યાં સુધી એક એસપીને પણ બોલાવી લેવાયા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં ડોક્ટરની ડિગ્રીવાળા 24 IAS અને IPSને હવે કોરોનાની જવાબદારી સોંપવામાં આવી શકે છે

ચાવી ન મળતા તાળું તોડી દેવાયું

એસ.પી.સિંહે આ વાતને યાદ કરતા કહ્યું હતું કે તાળું ખોલવા માટે જ્યારે ચાવી માંગવામાં આવી હતી ત્યારે ચાવી મળી ન હતી. આ સ્થિતિમાં વિવાદિત ઢાંચાનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું. આપણે બધા જાણીએ છીએ કે તે બાદમાં રામ મંદિર આંદોલનમાં એક મોટો વળાંક આવ્યો હતો. આ 1986નું વર્ષ હતું. નોકરીના ત્રણ જ વર્ષમાં તેઓ આટલી મોટી મહત્ત્વપૂર્ણ ઘટનાના સાક્ષી બન્યા હતા. 

તાજેતરમાં ચર્ચામાં આવ્યા હતા

અયોધ્યાના રામ મંદિર સાથે એસ.પી. સિંહનો બીજો સંબંધ તાજેતરમાં જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હિન્દુ અને મુસ્લિમ પક્ષમાં એક મધ્યસ્થતા સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિમાં ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકાર સામેલ હતા. શ્રી શ્રી રવિશંકર સાથે એસ.પી. સિંહનો ગાઢ સંબંધ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે મધ્યસ્થતા સમિતિમાં ફ્રન્ટ ફૂટ પર શ્રી શ્રી રવિશંકરનો ચહેરો હતો પરંતુ તમામ તૈયારી અને મહેનત એસ.પી. સિંહ જ કરી રહ્યા હતા. એસ.પી. સિંહ પડદા પાછળ રહીને કામ કરી રહ્યા હતા.

આ પણ વાંચો : પતરાના મકાનમાં રહેતો વલસાડનો અરમાન ડાન્સના હુનરને કારણે મહિનામાં સેલિબ્રિટી બની ગયો!

2016માં VRS લીધું

2016માં એસ.પી. સિંહે વીઆરએસ લીધું હતું. વીઆરએસ લીધા પહેલા તેઓ માધ્યમિક શિક્ષણમાં પ્રમુખ સચિવની મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂક્યા હતા. આ વખતે અખિલેશ યાદવની સરકાર હતી. ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષા પહેલા તેને પદ પરથી હટાવી દેવાયા હતા. આ પદ પરથી હટાવી દેવાયા બાદ સૂર્ય પ્રતાપ સિંહે અખિલેશ યાદવ સરકાર પર નકલ માફિયાઓ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવીને સરકાર વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો.

ઉત્તર પ્રદેશમાં કોરોના તપાસને લઈને સવાલ ઉઠાવ્યા હતા

11 જૂનના રોજ તેમણે એક ટ્વીટ કરીને યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે પ્રદેશમાં કોરોનાના કેસની ખૂબ ઓછી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે મુખ્ય સચિવને ટ્વીટ કરીને સવાલ પૂછ્યો હતો કે, સરકારે જિલ્લાધિકારીઓને ઓછી તપાસ માટે શા માટે આદેશ આપવામાં આવ્યો? આ ટ્વીટ બાદ હજરતગંજ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એસ.પી. સિંહનું કહેવું છે કે સવાલ પૂછવો તેમનો મૌલિક અધિકાર છે. કેસ દાખલ થયા બાદ આ મામલો આખા દેશમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચમક્યો હતો. ટ્વીટર પર તેમણે પોતાના સવાલને ફરીથી પૂછતા બે મિનિટ અને 12 સેકન્ડનો એક વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં જો તમારે કોરોના ટેસ્ટ કરવો હોય તો આટલા રૂપિયા ખર્ચવા પડશે
First published: June 13, 2020, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading