પટનાઃ બિહારના પોલીસ બેડામાં એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ (Encounter Specialist) તરીકે ખ્યાતિ ધરાવતા નિવૃત્ત ડીએસપી (Patna Retired DSP Suicide)એ મંગળવારે પટનામાં આત્મહત્યા કરી દીધી. પટનાના બઉર વિસ્તારમાં નિવૃત્ત ડીએસપી કે. ચંદ્રાએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલ (Pistol)થી માથા પર ગોળી મારી લીધી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. કે. ચંદ્રા બિહારના પોલીસ બેડામાં એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ અધિકારી તરીકે જાણીતા હતા. તેઓ 62 એન્કાઉન્ટર કરી ચૂક્યા હતા, આ દરમિયાન તેમને બે વાર અપરાધિઓની ગોળી પણ વાગી હતી. મંગળવારની સવારે પટનાના બઉર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોને આઘાતમાં મૂકી દીધા છે.
રૂમમાં પડી હતી લાશ, બાજુમાં હતું પિસ્તોલ
કે. ચંદ્રાએ પોતાના ઘરે લાઇસન્સવાળી પિસ્તોલથી માથા પર ગોળી મારી દીધી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. ઘટનાના સમયે કે. ચંદ્રા પહેલા માળે પોતાના રૂમમાં હતા જ્યારે નીચેના માળે તેમનો પરિવાર તો. આ દરમિયાન ગોળીનો અવાજ સાંભળી પરિવારના સભ્યો ઉપર ગયા તો જોયું કે ચંદ્રા નીચે પડ્યા હતા.
આત્મહત્યા કર્યા બાદ કે. ચંદ્રાના મૃતદેહની પાસે પિસ્તોલ ઉપરાંત એક સુસાઇડ નોટ પણ મળી છે જેમાં તેઓએ આત્મહત્યાના કારણોનો ઉલ્લેખ કર્યો છે. મળતી માહિતી મુજબ કે. ચંદ્રાનો તેમના પડોશી સાથે વિવાદ ચાલી રહ્યો હતો જેને લઈને તેઓ ઘણા ડિપ્રેશ હતા અને આ પહેલા પણ અનેક દિવસો સુધી ડિપ્રેશનમાં રહી ચૂક્યા હતા. તેનો ઉલ્લેખ તેઓએ સુસાઇડ નોટમાં પણ કર્યો છે.
8 વર્ષ પહેલા થયા હતા નિવૃત્ત : બિહાર પોલીસમાં 37 વર્ષની સેવા આપનારા કે. ચંદ્રાની છબિ એન્કાઉન્ટર સ્પેશલિસ્ટ તરીકેની હતી અને તેઓએ પોતાના કાર્યકાળમાં 62 એન્કાઉન્ટર કરવાની સાથે જ અનેક અપરાધીઓને પકડ્યા હતા. નિવૃત્ત DSP કે. ચંદ્રાના એક સહયોગીના જણાવ્યા મુજબ તેઓ 1975માં સબ-ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા અને 1998માં DSP બન્યા હતા. વર્ષ 2012માં કે. ચંદ્રા સોનપુરથી રેલ ડીએસપીના પદ પરથી નિવૃત્ત થયા હતા. કે. ચંદ્રાનો એક પુત્ર મુંબઈમાં બેંક અધિકારી છે જ્યારે બીજો દીકરો પટના હાઈકોર્ટમાં વકીલ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર