Home /News /national-international /નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર જનારા શખ્સે 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા, એલ્ડ્રીનને મળી નવી જીવનસાથી
નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર જનારા શખ્સે 93 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા, એલ્ડ્રીનને મળી નવી જીવનસાથી
astronaut buzz aldrin
એલ્ડ્રીને ટક્સીડોમાં પોતાની બે તસ્વીરો પોસ્ટ કરી છે. એલ્ડ્રીને શુક્રવારે અન્ય એક ટ્વિટમાં ચાહકો તરફથી જન્મદિવસની આપવામાં આવેલા શુભકામનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
વોશિંગ્ટન: પૂર્વ અંતરિક્ષ યાત્રી એડવિન બઝ એલ્ડ્રિન (Edwin “Buzz” Aldrin) જો ક્રૂમેટ નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong) બાદ 1969માં ચંદ્ર પર પગ રાખનારો બીજો વ્યક્તિ બન્યો, તેણે શુક્રવારે પોતાના 93માં જન્મદિવસ પર પોતાના લાંબ સમયની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. એડવિને ટ્વિટર પર પોતાના લગ્નની જાહેરાત કરી હતી. એલ્ડ્રિને લખ્યું, મારા 93માં જન્મદિવસ પર અને મને લિવિંગ લેજેંડ્સ ઓફ એવિએશન દ્વારા પણ સન્માનિત કરવામાં આવશે, મને આ ઘોષણા કરતા ખુથી થઈ રહી છે કે મારા લાંબા સમયના પ્રેમ ડો. એંકા ફોર અને હું લગ્નના બંધનમાં બંધાઈ ગયા છીએ. અમે લોસ એંજિલ્સમાં એક નાના એવા લગ્ન સમારંભમાં જોડાયા હતા.
એલ્ડ્રીને ટક્સીડોમાં પોતાની બે તસ્વીરો પોસ્ટ કરી છે. એલ્ડ્રીને શુક્રવારે અન્ય એક ટ્વિટમાં ચાહકો તરફથી જન્મદિવસની આપવામાં આવેલા શુભકામનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂલાઈ 1969માં મિશન કમાંડર આર્મસ્ટ્રોંગ, ચંદ્ર મોડ્યુલ પાયલટ બઝ એલ્ડ્રીન અને કમાંડ મોડ્યૂલ પાયલટ માઈકલ કોલિન્સે ચંદ્રમા પર લગભગ 2.5 લાખ માઈલની યાત્રા પર અપોલો 11માં ઉડાન ભરી હતી. તેમને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં ચાર દિવસ લાગ્યા હતા.
આર્મસ્ટ્રોંગ 2 કલાક 32 મીનિટ સુધી ચંદ્રમાની સપાટી પર રહ્યા અને તેમનો પીછો કરનારા એલ્ડ્રીને લગભગ 15 મીનિટથી ઓછો સમય વિતાવ્યો. બે અંતરિક્ષ યાત્રીઓએ અંતરિક્ષ યાનમાં પરત ફરતા પહેલા એક અમેરિકી ધ્વજ લગાવ્યો, ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કર્યા. તેમણે ઓવલ ઓફિસથી રેડીયોના માધ્યમથી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન સાથે પણ વાત કરી હતી.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર