Home /News /national-international /HAL કર્મચારીઓ, સરકારે છીનવી તમારી રાફેલ ડીલ, હું માંગુ છું માફીઃ રાહુલ ગાંધી

HAL કર્મચારીઓ, સરકારે છીનવી તમારી રાફેલ ડીલ, હું માંગુ છું માફીઃ રાહુલ ગાંધી

(Image: Twitter/INCIndia/File photo)

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગ્લોરમાં શનિવારે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓની મુલાકાત કરી

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગ્લોરમાં શનિવારે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (HAL)ના કર્મચારીઓની મુલાકાત કરી. HALને રાફેલ ડીલ ન મળવાથી નારાજ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ મારા માટે એક માત્ર કંપની નથી, પરંતુ એક સંસ્થા છે. જ્યારે આપણને આઝાદી મળી તો ભારતે એયરોસ્પેસના ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે રણનીતિક સંપત્તિઓ બનાવી HAL તેમાંથી એક છે.

  રાહુલ ગાંધીએ કહ્યું કે, HALએ જે કામ કર્યું છે, તે જબરદસ્ત છે. હું તમારી પાસે એ સાંભળવા આવ્યો છું કે આ રણનૈતિક સંપત્તિને અને વધારે પ્રભાવિ કેવી રીતે બનાવી શકાય. તમે જે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો, તેનું સમાધાન કેવી રીતે થઈ શકે છે.

  આ અવસર પર HALના રિટાયર્ડ કર્મચારી સિરાજુદ્દીને રાફેલ ડીલ પર કહ્યું કે, અમને અપમાનિત કરીને છોડી દેવામાં આવ્યા છે. 70 વર્ષના અનુભવવાળી HALને રાફેલ ડીલમાંથી બહાર ફેંકી દેવામાં આવી છે. મને સમજમાં નથી આવતું કે, એક મોટી અને અનુભવી કંપની જેને સુધારવી જોઈએ, તેને મારી રહ્યા છો. HAL સાઉથ-ઈસ્ટ એશિયાની લીડિંગ એવિએશન ઈન્ડસ્ટ્રી છે. શું તમે આ ઈન્ડસ્ટ્રીને મારવા માંગો છો? આ એક અપમાન અને દર્દ છે. અમે આને સહન નહી કરીએ.

  રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત સરકાર તરફથી HALની હું માફી માંગુ છું, કેમ કે, મને ખબર છે કે આ સરકાર સ્થિતિ સુધારવા માટે કઈ પણ નહી કરે.

  કોંગ્રેસ અધ્યક્ષે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વાત કરતા કહ્યું કે, ઓબામાએ કહ્યું હતું કે, ભારત અને ચીન જ એવા દેશ છે, જે ભવિષ્યમાં અમેરિકાને પડકાર આપી શકે છે. આમાં HALનું મહત્વપૂર્ણ યોગદાન છે, જેના દ્વારા આપણો દેશ અમેરિકા સાથે મુકાબલો કરી શકે છે.

  કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રક્ષા મંત્રી કહે છે કે, રાફેલ માટે HALમાં ક્ષમતા નથી. જેને ડીલ આપવામાં આવી તેની શું ક્ષમતા છે?. હું HALની 70 વર્ષથી વધારે વર્ષની પ્રગતિ જોઈ શકું છું.
  Published by:kiran mehta
  First published:

  Tags: Says

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन