Home /News /national-international /

મસૂરીનો વાયરલ ફોટો બતાવી સરકારે કહ્યું, હજી કોરોના ખતમ નથી થયો

મસૂરીનો વાયરલ ફોટો બતાવી સરકારે કહ્યું, હજી કોરોના ખતમ નથી થયો

કેન્દ્ર સરકારે કોવિડ નિયમોનું પાલન કરવાના આદેશ કર્યા.

Coronavirus in India:વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસોમાં ઘટાડો થયા પછી ફરીથી વધારો થવાનું ઉદાહરણ આપતાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, યુકે, રશિયા, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં કેસ વધી રહ્યા છે.

  નવી દિલ્લી:  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે(Union Health Ministry) શુક્રવારે કહ્યું કે યુનાઇટેડ કિંગડમ, રશિયા અને બાંગ્લાદેશ જેવા દેશોમાં કોરોનાવાયરસના(Coronavirus Cases) કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, આપણે બધી સાવચેતી રાખવી પડશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, આપમે હજી પણ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યા છીએ. આપણે કોવિડ યોગ્ય વર્તનને અનુસરવું પડશે. અગ્રવાલે કહ્યું કે, મુક્તિ આપવાનો અર્થ એ નથી કે, કોવિડ સમાપ્ત થઈ ગયો. કોવિડ ગાઈડ લાઈનનું પાલન કરવું જરૂર છે. અગ્રવાલે કહ્યું કે, કેન્દ્ર રાજ્ય સાથે મળીને કોરોના ચેપને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યું છે. મંત્રાલયે કહ્યું કે રિકરવરી રેટમાં નોંધપાત્ર વધારો થયો છે.

  અગ્રવાલે કહ્યું કે, દેશમાં 53% કોરોના કેસ મહારાષ્ટ્ર અને કેરળના છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો, મહારાષ્ટ્રમાં 21 ટકા અને કેરળમાં 32% કેસ આવ્યા છે. અગ્રવાલે કહ્યું કે, જ્યારે દેશમાં કેસ વધતા જતા હતા ત્યારે અમારું ધ્યાન શક્ય તેટલા પરીક્ષણો પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જ્યારે કેસોની સંખ્યા ઓછી હોય ત્યારે પણ અમે શક્ય તેટલા પરીક્ષણો કરતા રહ્યા. તેમણે કહ્યું કે, નહીં તો કોરોના કેસ ફરીથી વધવાનું જોખમ નથી.

  આ પણ વાંચો: માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! મોબાઈલ ગેમની લતથી 12 વર્ષનું બાળક ચોરીના રવાડે ચડ્યું,

  વિશ્વના ઘણા દેશોમાં કોરોના કેસોમાં ઘટાડો થયા પછી ફરીથી વધારો થવાનું ઉદાહરણ આપતાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, યુકે, રશિયા, બાંગ્લાદેશ, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયામાં કેસ વધી રહ્યા છે. આ સાથે, બાંગ્લાદેશમાં ત્રીજા વેબમાં વધુ કેસો નોંધાયા છે. અગ્રવાલે કહ્યું કે ,દક્ષિણ કોરિયામાં પણ કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, માસ્કથી સંબંધિત મુક્તિ આપવામાં આવી હતી, હવે પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. ઇન્ડોનેશિયામાં પણ કેસ વધી રહ્યા છે.

  આ પણ વાંચો: બાંગ્લાદેશ : નૂડલ્સ ફેક્ટરીમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 52 લોકોના મોત, 50થી વધારે ઇજાગ્રસ્ત

  લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં દૈનિક કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે કોરોના કેસોમાં 8 ટકાનો ઘટાડો થયો છે. નવા જિલ્લાઓમાં 90 ટકા કેસ નોંધાયા છે.

  સંયુક્ત સચિવે જણાવ્યું હતું કે દેશમાં કોવિડમાંથી રીકવર થતા કેસોમાં વધારો થયો છે. દેશમાં રિકવરી રેટ 97.2 ટકા છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Coronavirus, Coronavirus in India, Coronavirus second wave, Covid-19 Case

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन