નેટવર્ક-18 ટ્વીટર Poll : 50% લોકોની ઈચ્છા, હજુ પણ બે અઠવાડીયા વધારવામાં આવે Lockdown

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(ફાઈલ ફોટો)

તમને જણાવી દઈએ કે, લોકડાઉનને લઈ આ અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોનાના કારણે દેશમાં લાગેલું લોકડાઉન 2.0, ત્રણ મેના રોજ ખતમ થાય છે. પરંતુ પરિસ્થિતિ હજુ પણ દેશમાં સારી નથી. કોરોનાના કેસ સળંગ વધી જ રહ્યા છે, અને ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 30 હજારને પાર પહોંચી ગઈ છે. એવામાં લોકોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું લોકડાઉન 3-મે બાદ પણ ચાલુ રહેશે. તેને લઈ Network 18એ ટ્વીટર પર એક પોલ કર્યો. જેમાં ભાગ લેનારા 50 ટકા લોકો હજુ પણ લોકડાઉન બે અઠવાડીયા વધારવામાં આવે અથવા એક મહિનો વધારવામાં આવે તેના પક્ષમાં છે.

  શું પુછવામાં આવ્યો પ્રશ્ન?

  શું દેશમાં લોકડાઉન હજુ વધારવું જોઈએ?
  A. બે અઠવાડીયા
  B. એક મહિનો
  C. જ્યાં સુધી નવા કેસ આવવાની બંધ ન થાય
  D. લોકલ લોકડાઉન

  લોકોએ શું કહ્યું?

  - 50 લોકોએ કહ્યું લોકડાઉન બે અઠવાડીયા અથવા એક મહિનો વધારવું જોઈએ.
  - 25 ટકા લોકોએ કહ્યું માત્ર લોકલ લોકડાઉન કરવું જોઈએ
  - 25 ટકા લોકોએ કહ્યું, જ્યાં સુધી નવા કેસ ન આવવાના બંધ ન થાય ત્યાં સુધી લોકડાઉન હોવું જોઈએ.

  9 ભાષામાં કરાવવામાં આવ્યો પોલ

  Network18 તરફથી આ પોલ પર 13 ભાષાઓમાં 26 ટ્વિટર એકાઉન્ટ પર નાગરીકોની સલાહ માંગવામાં આવી. જેમાં CNN-News18,, ન્યૂઝ18 ઈન્ડિયા, ન્યૂઝ18 languages, CNBC-TV18 અને મનીકન્ટ્રોલના 22 ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી.

  તમને જણાવી દઈએ કે, લોકડાઉનને લઈ આ અત્યાર સુધીનો સૌથી મોટો સર્વે છે. અમે આ પોલ 29 એપ્રિલના રોજ શરૂ કર્યો, જેમાં ટ્વિટરના માધ્યમથી 29 હજારથી વધારે લોકોએ પોતાનો વિચાર રજૂ કર્યો. આ પહેલા લોકડાઉન વન દરમિયાન પણ અમે 9 એપ્રિલથી લઈ 10 એપ્રિલ સુધી એક પોલ કર્યો હતો, જેમાં 80 ટકા લોકોએ લોકડાઉન ન હટાવવાની વકાલત કરી હતી.
  Published by:kiran mehta
  First published: