Home /News /national-international /પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, કોંગ્રેસને ઝટકો, એક બેઠક પર ઉદ્ધવ કેમ્પનો વિજય

પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો, કોંગ્રેસને ઝટકો, એક બેઠક પર ઉદ્ધવ કેમ્પનો વિજય

પેટાચૂંટણીમાં ભાજપનો દબદબો

દેશના 6 રાજ્યોની 7 બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. ભાજપે યુપીમાં ગોલા ગોકરનાથ, બિહારના ગોપાલગંજ, હરિયાણાના આદમપુર અને ઓડિશાના ધામનગરમાં જીત મેળવી હતી. જ્યારે શિવસેના ઉદ્ધવ (બાળા સાહેબ ઠાકરે) પાર્ટીએ મુંબઈની અંધેરી ઈસ્ટમાંથી જીત મેળવી છે, RJDએ મોકામા અને TRSએ મુમુગોડ સીટ જીતી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: દેશના 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસને નુકસાન થયું છે અને આદમપુર અને મુમુગોડ બંને બેઠકો ગુમાવવી પડી છે. જ્યારે આદમપુર બેઠક ભાજપના ખાતામાં ઉમેરાઈ છે. કુલ સાત બેઠકોમાંથી ભાજપે ચાર બેઠકો જીતી છે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), આરજેડી અને ટીઆરએસએ એક-એક બેઠક જીતી છે. અંધેરી પૂર્વ બેઠક પર, ઉદ્ધવ જૂથના ઉમેદવાર ઋતુજા લટકેએ એકતરફી અને સૌથી મોટી જીત મેળવી છે.

    આ પણ વાંચો:  ગુલામ નબી આઝાદનો કોંગ્રેસ પ્રેમ! કહ્યું- હું ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં પાર્ટીની જીત ઈચ્છું છું

    જણાવી દઈએ કે, 3 નવેમ્બરે યુપીના ગોલા ગોકરનાથ, બિહારના મોકામા અને ગોપાલગંજ, મહારાષ્ટ્રના અંધેરી પૂર્વ, તેલંગાણાના મુનુગોડે, ઓડિશાના ધામનગર અને હરિયાણાના આદમપુર વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. 7 વિધાનસભા બેઠકોમાંથી જ્યાં પેટાચૂંટણી યોજાઈ હતી, 6 બેઠકો ધારાસભ્યોના મૃત્યુ પછી ખાલી પડી હતી, જ્યારે તેલંગાણામાં મુનુગોડે બેઠક કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા પછી ખાલી પડી હતી. આ તમામ 7 બેઠકોમાંથી 3 ભાજપ, 2 કોંગ્રેસ અને એક-એક બેઠક આરજેડી અને ઉદ્ધવ ઠાકરે જૂથના પક્ષે હતી.

    મુંબઈની અંધેરી ઈસ્ટ સીટ પહેલા શિવસેનાના રમેશ લટ્ટે ધારાસભ્ય હતા. મે મહિનામાં તેમના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. અહીં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)એ રમેશની પત્ની ઋતુજા લટકેને ટિકિટ આપી હતી. તેમને કોંગ્રેસ અને એનસીપીનું પણ સમર્થન હતું. આ પેટાચૂંટણીમાં ભાજપે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હતો. આવી સ્થિતિમાં ઋતુજાની સામે 6 અપક્ષ ઉમેદવારો હતા. જો કે સમગ્ર ચૂંટણી દરમિયાન તેઓ ક્યાંય ઊભા રહી શક્યા ન હતા. આજે પરિણામ આવ્યા ત્યારે ઋતુજાનો એકતરફી વિજય હતો. ઋતુજાને 66247 વોટ મળ્યા. તે પછી બીજા નંબર પર NOTAને 12776 વોટ મળ્યા હતા. અન્ય ઉમેદવારો માત્ર 1500થી વધુ મત મેળવી શક્યા હતા.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन