8 જૂનથી ખુલશે રેસ્ટોરન્ટ અને મોલ, સિનેમા હોલ, સ્કૂલો ઉપર પછી થશે વિચાર, જાણો 9 મહત્વની બાબતો

પ્રતિકાત્મક તસ વીર

નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં સંપૂર્ણ પણે પ્રતિબંધ રહેશે. પરંતુ અનેક જગ્યાઓ ઉપર ધીરે ધીરે છૂટ આપવામાં આવશે. આ ગાઈડલાઈન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહશે.

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કોરોના લોકડાઉન (corona lockdown) ઉપર લોકોને મોટી રાહત આપી છે. સરકારે શનિવારે લોકડાઉનને ખોલવા માટે અનલોક-1 (Unlock 1) રજૂ કર્યું છે. અનલોક-1 માટે ગૃહ મંત્રાલયે શનિવારે નવી ગાઈડલાઈન રજૂ કરી હતી. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં સંપૂર્ણ પણે પ્રતિબંધ રહેશે. પરંતુ અનેક જગ્યાઓ ઉપર ધીરે ધીરે છૂટ આપવામાં આવશે. આ ગાઈડલાઈન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહશે. ચાલો જાણીએ અનલોક-1ની મહત્વની બાબતો

  લોકડાઉન ખોલવા માટે અનલોક-1ની 9 મહત્વની બાબતો

  1- નવા દિશાનિર્દેશો પ્રમાણે હવે રાત્રે 9 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રે કર્ફ્યૂ ચાલું રહેશે. જે જરૂરી ચીજવસ્તુઓ છે તેમના માટે કોઈ કર્ફ્યૂ નહીં રહે. અત્યાર સુધી સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યૂ હતું.
  2- 8 જૂનથી રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ખોલાવની મંજૂરી આપી છે. પહેલા ચરણમાં હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ 8 જૂન, 2020થી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

  આ પણ વાંચોઃ-હવે ફાઈવ સ્ટાર હોટલ્સમાં થશે corona દર્દીઓની સારવાર, દિલ્હી સરકારે શરૂ કરી ટેકઓવરની પ્રક્રિયા

  3- અનલોકના બીજા ચરણમાં સ્કૂલ, કોલેજ કોલવા ઉપર વિચાર કરવામાં આવશે. આ નિર્ણય જુલાઈ મહિનામાં પરિસ્થિતિના હિસાબે લેવાશે.
  4- અનલોકના ત્રીજા ચરણમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય એર ટ્રાવેલ, મેટ્રો, સિનેમા હોલ અને જીમને ખોલવા માટે વિચાર કરવામાં આવશે.

  આ પણ વાંચોઃ-પત્નીએ ચા બનાવી પોતે પી લીધી, પતિને ન આપી, શંકી પતિએ પત્ની હત્યા કરી, પોતાનું પણ કળું કાપ્યું

  5-સરકારે બધા ધાર્મિક સ્થળોને ખોલવા માટે મંજૂરી આપી છે. આ પહેલા પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ પણ બધા પૂજા સ્થળ, મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારાને ખોલવાની મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું હતું કે, બંગાળમાં આ આદેશ 1 જૂનથી લાગુ થશે.
  6- હવે રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર લોકો અને સામાની અવરજર ઉપર કોઈ પાબંદી નહીં રહે. આ માટે અલગથી કોઈ મંજૂરી કે પરમિટ લેવાની જરૂર નહીં રહે.

  આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં ક્લસ્ટર એરિયામાંથી બહાર નીકળી યુવકે ઉતાર્યો પોલીસનો વીડિયો, પછી ભારે પસ્તાયો

  7- કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન 5.0 લાગુ રહેશે. આ ઝોનમાં નિર્ધારણ જિલ્લા પ્રશાસન સ્વા્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનના આધારે લાગશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં માત્ર જરૂરી ગતિવિધિઓન જ મંજૂરી રહેશે.
  8- રાજ્ય સરકારો કન્ટેનમેન્ટ ઝોનની બહાર બફર ઝોનની ઓળખ કરશે. બફર ઝોનમાં આવા વિસ્તારો હશે જ્યાં નવા સંક્રમણના નવા મામલાઓ આવવાનો ખતરો વધારે છે.
  9- લોકડાઉનનું પાંચમું ચરણ 30 જૂન સુધી ચાલુ રહેશે. આ દરમિયાન કન્ટેનમેન્ટ ઝોનમાં કેટલીક જરૂરી ચીજ વસ્તુઓની છૂટ આપવાાં આવશે.
  Published by:ankit patel
  First published: