દુનિયાના સૌથી ખુશ દેશને સતાવી રહી છે એક ચિંતા, કામદારોની ઉભી થઇ અછત, અન્ય દેશના લોકોની માંગ વધી

વર્લ્ડ હેપ્પિનેસ રિપોર્ટમાં ફિનલેન્ડને સળંગ ચોથી વખત પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. (AP)

દેશમાં કામદારોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અહીં કામ નથી મળતું. આવી સ્થિતિમાં ફિનલેન્ડ ઇચ્છે છે કે અન્ય દેશોના લોકો અહીં આવીને સ્થાયી થાય.

  • Share this:
નવી દિલ્હી : વિશ્વના સૌથી સુખી દેશ ફિનલેન્ડને તેના શ્રેષ્ઠ જીવનધોરણ, સુવિધાઓ અને સિસ્ટમ માટે જાણીતો છે. કહેવામાં આવે છે કે આ દેશમાં કોઈ એવું નથી કે જે ખુશ ન હોય, પરંતુ સૌથી સુખી દેશ ફિનલેન્ડ એક વસ્તુની ચિંતા કરે છે. તે છે આ દેશની વૃદ્ધ વસ્તી. જેના કારણે દેશમાં કામદારોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને અહીં કામ નથી મળતું. આવી સ્થિતિમાં ફિનલેન્ડ ઇચ્છે છે કે અન્ય દેશોના લોકો અહીં આવીને સ્થાયી થાય.

ટેલેન્ટેડ સોલ્યુશન્સના રીક્રુટર સાકુ તિહવેરેને એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "હવે તે વ્યાપકપણે સ્વીકાર્યું છે કે દેશમાં અમને મોટી સંખ્યામાં લોકોની જરૂર છે. આપણે વૃદ્ધાવસ્થાને આવરી લેવા અને તેને રિપ્લેસ કરવા યુવાનોની જરૂર છે. અમને કામદારોની જરૂર છે." ફિનલેન્ડથી વિપરીત પશ્ચિમી દેશો વસ્તી વધારા સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, દર 100 કાર્યકારી વયના લોકોમાં 39.2 ટકા લોકો 65 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના છે. વૃદ્ધ લોકોમાં ફિનલેન્ડ બાદ જાપાન બીજા ક્રમે છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, અહીં વૃદ્ધાવસ્થા નિર્ભરતા ગુણોત્તર 2030 સુધીમાં 47.5 સુધી વધશે.

સરકારે ચેતવણી આપી છે કે, 55.2 લાખની વસ્તી ધરાવતા દેશ(2019ની વસ્તી ગણતરી મુજબ) જાહેર સેવાઓ જાળવવા અને વધતી જતી પેન્શન ખાધને ઘટાડવા માટે ઇમિગ્રેશનને વર્ષે 20,000-30,000 સુધી ઘટાડવાની જરૂર છે.

તમને જણાવી દઈએ કે ફિનલેન્ડને 'વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ'માં સતત ચોથી વાર પ્રથમ સ્થાન મળ્યું છે. પાંચ વર્ષ પહેલા 13મા ક્રમે રહેલું યુનાઇટેડ સ્ટેટ્સ, 18થી 19મા સ્થાને આવી ગયું છે. બ્રિટનમાં કોરોનાથી 1.25 લાખ લોકોના મોત છતાં આ દેશ આ યાદીમાં 17મા ક્રમે છે.

એકેડેમી ઓફ ફિનલેન્ડના સંશોધન સાથી ચાર્લ્સ મેથીઝ કહે છે કે “ઘણા વર્ષોના વ્યવસાય અને સરકારની નિષ્ક્રિયતા પછી ફિનલેન્ડ આજે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. વસ્તી વૃદ્ધ થઈ રહી છે. અમને લોકોની જરૂર છે. 2013માં પશ્ચિમી શહેર વાસામાં આઠમાંથી પાંચ સ્પેનિશ નર્સોની ભરતી કરવામાં આવી હતી. થોડા મહિના પછી તેમણે મોંઘવારી, ભારે ઠંડુ હવામાન અને જટિલ ભાષાને ટાંકીને નોકરી અને દેશ છોડી દીધો.

સિસ્ટમમાં છે સમસ્યા

કહેવાય છે કે, રાજકીય અને સામાજિક સમસ્યાઓના કારણે પ્રવાસીઓ ફિનલેન્ડ નથી આવતા. દા.ત; નોન-ફિનિશ અરજદારો સામે ભેદભાવની ફરિયાદો આવે છે. હેલસિંકીના મેયર જાન વાપાવુરીએ એએફપીને કહ્યું કે, "સ્ટાર્ટઅપ્સે જણાવ્યું છે કે તેઓ વિશ્વના કોઈપણને હેલસિંકીમાં તેમના કામ માટે આવવા માટે મદદ કરી શકે છે, પરંતુ વ્યક્તિએ એકલા આવવું પડશે." તેની પત્ની અથવા પતિને નોકરી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેના કારણે પણ લોકો ફિનલેન્ડમાં સ્થાયી થવા માંગતા નથી.

ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડ યુરોપિયન યુનિયનનું સભ્ય પણ છે. ફિનલેન્ડનું ક્ષેત્રફળ 3,38,145 ચોરસ કિલોમીટર છે. તે 1917 સુધી રશિયાના શાસન હેઠળ હતું. 1917માં રશિયામાં ક્રાંતિ થયા પછી તેણે પોતાને સ્વતંત્ર જાહેર કર્યું. ત્યાં 1906માં બંને મહિલાઓ અને પુરુષોને મતદાન કરવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. ફિનલેન્ડ લિંગ સમાનતા અપનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.
First published: