Home /News /national-international /

WHOએ ડેલ્ટા વેરિએન્ટને લઇને લોકોને કરી અપીલ, કહ્યું- વેક્સીનેશન લેનારા પણ સાવધાની રાખે

WHOએ ડેલ્ટા વેરિએન્ટને લઇને લોકોને કરી અપીલ, કહ્યું- વેક્સીનેશન લેનારા પણ સાવધાની રાખે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી 85 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે ડેલ્ટા વેરિએન્ટ અત્યાર સુધી 85 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે

    જેનેવા : દુનિયાભરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ ફેલાવવાના કારણે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) અપીલ કરી છે કે જે લોકોએ વેક્સીનના બન્ને ડોઝ લઇ લીધા છે તે પણ માસ્ક (Mask) પહેરવાનું ના છોડે. WHOએ કહ્યું કે ખતરનાક અને વધારે સંક્રામક ડેલ્ટા વેરિએન્ટને ફેલાવવાથી રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, માસ્ક પહેરવું અને અન્ય સુરક્ષા ઉપાયને છોડવા જોઈએ નહીં. WHOના અધિકારી મરિયાંગેલા સિમાઓએ કહ્યું કે લોકોએ બે ડોઝ લઇ લીધા હોય તેથી જ સુરક્ષિત ના અનુભવવું જોઈએ. હજુ પણ વાયરસથી પોતાને બચાવવાની જરૂર છે.

    સીએનબીસીના મતે WHO હેડક્વાર્ટરમાં એક પ્રેસ બ્રિફિંગમાં દરમિયાન સિમાઓએ કહ્યું એકલી વેક્સીન કમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકી શકે નહીં. લોકોએ સતત માસ્ક પહેરવું પડશે, હવાદાર સ્થળોએ રહેવું પડશે, ભીડભાડથી બચવું પડશે અને હાથને ધોતા રહેવું પડશે. તમે વેક્સીનના બે ડોઝ લઇ લીધા હોય તો પણ આ બધુ જરૂરી છે.

    આ પણ વાંચો - 2022માં મુખ્યમંત્રી ઠાકોર જોઈએ નહીં તો સમાજનો ક્રોધ સહન નહીં કરી શકો : નવઘણજી ઠાકોર

    WHOએ એ પણ કહ્યું કે વેક્સીન લગાવેલા લોકોએ સુરક્ષાનું ધ્યાન રાખવું પડશે કારણ કે ડેલ્ટા જેવા ઘણા સંક્રામક વેરિએન્ટ્સ પણ ઘણા દેશોમાં ફેલાઇ રહ્યો છે અને દુનિયાના એક મોટા ભાગમાં વેક્સીન લગાવવાની હજુ બાકી છે. ડેલ્ટા વેરિએન્ટ સૌથી પહેલા ભારતમાં મળ્યો હતો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મતે આ અત્યાર સુધી 85 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Delta variant, Mask, Who, World

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन