Home /News /national-international /Putin Modi Conversation: યુક્રેન પર હુમલા વચ્ચે વ્લાદિમીર પુતિને PM મોદી સાથે ફોન પર કરી વાત
Putin Modi Conversation: યુક્રેન પર હુમલા વચ્ચે વ્લાદિમીર પુતિને PM મોદી સાથે ફોન પર કરી વાત
વ્લાદિમીર પુતિની PM મોદી સાથે ફોન પર વાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સે ક્રેમલિનને ટાંકીને આ માહિતી આપી છે.
નવી દિલ્હી: ભારત-ચીન તણાવ વચ્ચે આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. રોયટર્સ અનુસાર, ક્રેમલિને આ માહિતી આપી હતી. હાલમાં જ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી, જે બાદ તેમની ભારતીય સેના સાથે અથડામણ થઈ હતી.
PMO દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં, રશિયન રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીતમાં પીએમ મોદીએ વધુ વાતચીત અને કૂટનીતિ માટે તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો હતો."
PMOએ જણાવ્યું હતું કે, "સમરકંદમાં SCO સમિટની બાજુમાં તેમની બેઠક બાદ, બંને નેતાઓએ ઊર્જા સહકાર, વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા સહયોગ અને અન્ય મુખ્ય ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોના ઘણા પાસાઓની સમીક્ષા કરી હતી."
આ સાથે જ, PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને G-20 ના ભારતના વર્તમાન પ્રમુખપદ વિશે જાણકારી આપી અને તેની મુખ્ય પ્રાથમિકતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના ભારતના અધ્યક્ષપદ દરમિયાન બંને દેશો સાથે મળીને કામ કરશે. તેઓ એકબીજા સાથે નિયમિત સંપર્કમાં રહેવા સંમત થયા.
ઉલ્લેખનીય છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે (14 ડિસેમ્બર) લોકસભા અને રાજ્યસભામાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 9 ડિસેમ્બરે ચીની સૈનિકોએ તવાંગ સેક્ટરમાં યાંગત્સે ક્ષેત્રમાં યથાસ્થિતિ બદલવાનો એકતરફી પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સૈનિકોએ જોરદાર રીતે ભગાડ્યો હતો.જવાબ આપ્યો હતો અને તેમને પાછા ફરવાની ફરજ પડી હતી.
સંરક્ષણ પ્રધાને એ પણ માહિતી આપી હતી કે, આ અથડામણમાં કોઈ સૈનિકનું મૃત્યુ થયું નથી અને કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી. તેમણે કહ્યું હતું કે, રાજદ્વારી સ્તરે પણ આ મુદ્દો ચીનની સાથે ઉઠાવવામાં આવ્યો છે અને આવી કાર્યવાહી કરવાની મનાઈ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર