Russia-Ukrine War: યુક્રેનની પરમાણુ ઉર્જા એજન્સીએ મંગળવારે રશિયાના દાવાને નકારી કાઢ્યો હતો કે, કિવ તેને રેડિયોએક્ટિવ ઉપકરણ કહેવાતા કથિત ડર્ટી બોમ્બથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુક્રેને કહ્યું હતુ કે, આ ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની રશિયાની પોતાની યોજના પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.
કિવ: યુક્રેનની પરમાણુ ઉર્જા એજન્સીએ મંગળવારે રશિયાના દાવાને નકારી કાઢ્યો હતો કે, કિવ તેને રેડિયોએક્ટિવ ઉપકરણ કથિત ડર્ટી બોમ્બથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યુ હતુ. રશિયન સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ સપ્તાહના અંતે તેમના બ્રિટીશ, ફ્રેન્ચ, તુર્કી અને અમેરિકન સમકક્ષોને બોલાવીને દાવો કર્યો હતો કે, યુક્રેન તેને રેડિયોએક્ટિવ ઉપકરણ કહેવાતા કથિત ડર્ટી બોમ્બથી ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકાએ આ દાવાને 'સંપૂર્ણપણે ખોટો' ગણાવીને ફગાવી દીધો હતો. યુક્રેને પણ મોસ્કોના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તે ડર્ટી બોમ્બનો ઉપયોગ કરવાની રશિયાની પોતાની યોજનાથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હતો.
કિવની પરમાણુ એજન્સી એનર્ગોએટોમે જણાવ્યું હતું કે, રશિયન સૈન્યએ ગયા અઠવાડિયે યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ગુપ્ત રીતે બાંધકામનું કામ કર્યું હતું. તેણે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રદેશ પર કબજો કરી રહેલા રશિયન અધિકારીઓ યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટનું સંચાલન કરતા યુક્રેનિયન કામદારો અથવા યુએનના પરમાણુ વોચડોગને તેઓ શું કરી રહ્યા છે તે દેખાડશે નહીં. એવું લાગે છે કે રશિયા પ્લાન્ટમાં સંગ્રહિત પરમાણુ સામગ્રી અને કિરણોત્સર્ગી કચરાનો ઉપયોગ કરીને આતંકવાદી કૃત્યની તૈયારી કરી રહ્યું છે.’
ડર્ટી બોમ્બ મોટા વિસ્તારમાં રેડિયેશન પ્રદૂષણ ફેલાવશે
તેણે જણાવ્યું હતું કે, પ્લાન્ટની વપરાયેલી ડ્રાય ફ્યુઅલ સ્ટોરેજ ફેસિલિટી પાસે 174 કન્ટેનર છે, જેમાં પ્રત્યેકમાં વપરાયેલા પરમાણુ ઇંધણની 24 એસેમ્બલીઓ છે. કંપનીએ જણાવ્યુ હતુ કે, ‘વિસ્ફોટના પરિણામે આ કન્ટેનરનો નાશ થતાં જ આ દુર્ઘટના રેડિયેશન અકસ્માતમાં પરિણમશે અને કેટલાક સો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રેડિયેશન ફેલાવશે.’ એનર્ગોટમે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ને ત્યાં શું ચાલી રહ્યું છે તે જાણવા માટે કહ્યું હતુ. ડર્ટી બોમ્બથી અણુ બોમ્બની જેટલો વિનાશ થતો નથી, પરંતુ તે મોટા પ્રમાણમાં રેડિયેશન ફેલાવે છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર