રાજધાની કિવની બહાર કિન્ડરગાર્ટન પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું.
helicopter crash- પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કી અને નાયબ મંત્રી કિરીલો ટિમોશેન્કોના મોત થયા છે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે 10 બાળકો સહિત 22 લોકો ઘાયલ થયા છે. હેલિકોપ્ટર 'કિન્ડરગાર્ટન' પાસે ક્રેશ થયું હતું.
કીવ. યુક્રેનની રાજધાની કીવ નજીક એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને બે બાળકો સહિત 18 લોકોના મોત થયા છે. યુક્રેનની પોલીસે આ જાણકારી આપી. યુક્રેનના રાષ્ટ્રીય પોલીસ વડા ઇહોર ક્લાયમેન્કોએ જણાવ્યું હતું કે ઇમરજન્સી સર્વિસ હેલિકોપ્ટર કિવના પૂર્વ ઉપનગર બ્રોવરીમાં ક્રેશ થયું હતું. જીવ ગુમાવનારાઓમાં હેલિકોપ્ટરમાં નવ લોકો સવાર હતા.
પોલીસના જણાવ્યા અનુસાર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહમંત્રી ડેનિસ મોનાસ્ટીરસ્કી અને નાયબ મંત્રી કિરીલો ટિમોશેન્કોના મોત થયા છે. અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે 10 બાળકો સહિત 22 લોકો ઘાયલ થયા છે. હેલિકોપ્ટર 'કિન્ડરગાર્ટન' પાસે ક્રેશ થયું હતું.
One person lost his life after a helicopter crash near a kindergarten in Brovary, Kiev region, the Ukrainian TV channel Rada reported.
According to preliminary data of the police of the Brovarsky district, there are no victims among the children.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના નાયબ વડાનો હવાલો આપતા જણાવ્યું હતું કે વિમાન કિવથી લગભગ 20 કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા બ્રોવરી શહેરમાં ક્રેશ થયું હતું, જ્યારે બાળકો અને સ્ટાફ કિન્ડરગાર્ટનની અંદર હતા.
સ્થાનિક મીડિયાએ પોલીસ પ્રવક્તાને ટાંકીને જણાવ્યું હતું કે માર્યા ગયેલાઓમાં ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કી અને તેમના ડેપ્યુટી મંત્રીનો સમાવેશ થાય છે. તે જ સમયે, કિવ પ્રાદેશિક વહીવટના વડા, ઓલેક્સી કુલેબાએ તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે તમામ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ અને ડોક્ટર અકસ્માત સ્થળ પર કામ કરી રહ્યા છે.
જુઓ તસવીરો
યુક્રેનના અખબાર 'કિવ ઈન્ડિપેન્ડન્ટ' અનુસાર - હેલિકોપ્ટરમાં હાજર તમામ 9 લોકોનાં મોત થયા છે. આ સિવાય માર્યા ગયેલા નવ લોકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ કિન્ડરગાર્ટનમાં હાજર હતા. બાકીના આ બાલમંદિરના કર્મચારીઓ છે. કુલ 22 લોકો ઘાયલ છે અને તેમાંથી 10 બાળકો છે.
ઘટના સમયે, વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હતું અને થોડા સમય પહેલાં હિમવર્ષા થઈ હતી. એટલા માટે કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે આ ઘટનાનું કારણ ખરાબ હવામાન છે. તે જ સમયે, એક વર્ગ એવો પણ છે જે માને છે કે રશિયાએ આ હેલિકોપ્ટરને નિશાન બનાવ્યું. જોકે વીજ વાયરો પણ તૂટેલા જોવા મળ્યા છે. તેમના પરથી એવું માનવામાં આવે છે કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરનો પાયલોટ વાયરનને જોઈ શક્યો ન હતો અને નીચી ઉડાનને કારણે આ ઘટના બની હતી. કિન્ડરગાર્ટન બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર