UAEમાં ભારતીય ફૂટબોલ ટીમના પ્રશંસકોને પિંજરામાં કર્યા બંધ, Video વાયરલ

યૂએઈમાં આવા મામલામાં 6 મહિનાથી 10 વર્ષની સજા અને 50000થી 20 લાખ ધિરામનો દંડ થઈ શકે છે.

યૂએઈમાં આવા મામલામાં 6 મહિનાથી 10 વર્ષની સજા અને 50000થી 20 લાખ ધિરામનો દંડ થઈ શકે છે.

  • Share this:
    એએફસી એશિયાઈ કપમાં રમી રહેલી ભારતીય ફૂટબોલ ટીમ અને મેઝબાન યુએઈ વચ્ચે રમવામાં આવેલી મેચ પહેલા ભારતના પ્રશંસકોને પક્ષિઓના પિંજરામાં બંધ કરી દેવામાં આવ્યા હતા. જેનો વીડિયો સાર્વજનિક થયા બાદ અધિકારીઓએ કેટલાક લોકોની ધરપકડ કરી છે. અબુધાબીમાં રમવામાં આવેલી મેચમાં યૂએઈએ ભારતને 2-0થી હરાવ્યું હતું.

    વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પક્ષિઓના પિંજરામાં કેટલાક મજૂરો કેદ છે અને એક માણસ હાથમાં ડંડો લઈ બહાર બેઠો છે. ખલીઝ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, હાથમાં લાકડી લઈને બેઠેલો વ્યક્તિ મજૂરોને પૂછે છે કે, તે કોનું સમર્થન કરી રહ્યા છે. તો ભારતીય મજૂર કહે છે ભારતીય ટીમનું.

    આ મુદ્દે તે મજૂરોને કહે છે કે, આ સારી વાત નથી કારણ કે તે લોકો યૂએઈમાં રહે છે, જેથી તેમણે યૂએઈનું સમર્થન કરવું જોઈએ. તે પિંજરા પર લાકડી ઘુમાવતા બંધકોને ફરી પુછે છે કે તે કોનું સમર્થન કરશે. હવે મજૂરોનો જવાબ હોય છે યૂએઈનું. ત્યારબાદ પિંજરુ ખોલવામાં આવે છે, અને મજૂરો બહાર નીકળે છે.

    યૂએઈમાં આવા મામલામાં 6 મહિનાથી 10 વર્ષની સજા અને 50000થી 20 લાખ ધિરામનો દંડ થઈ શકે છે. યૂએઈના એટર્નિ જનરલના ઓફિસે નિવેદનમાં કહ્યું છે કે, વીડિયોમાં કથિત રીતે એક વ્યક્તિને દેખાડવામાં આવ્યો છે, જેણે પક્ષિઓના પિંજરામાં એશિયાઈ મૂળના લોકોને કેદ કરી રાખ્યા છે. તે કેદીઓને એએફસી એશિયાઈ કપમાં ભારત વિરુદ્ધની મેચમાં યૂએઈનું સમર્થન કરવાનું કહે છે.

    આ બધા વચ્ચે આ વીડિયો યૂ-ટ્યૂબ પર નાખનારા લોકોએ કહ્યું કે, તેણે બસ આને એક મજાક રીતે બનાવ્યો હતો. તેણે કહ્યું કે, હું તે લોકોની ભાવના સમજુ છું, આ તમામ લોકો મારા કર્મચારી છે. એક વ્યક્તિને તો હું 22 વર્ષથી ઓળખું છું. હું આ ફાર્મમાં આ લોકોની સાથે જ રહું છું. અમે એક જ થાળીમાં ખાઈએ છીએ, મે તેમને માર્યા નથી, અને ના તેમને હકિકતમાં કેદ કર્યા છે. ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, શારજહા પોલીસે વીડિયો સાર્વજનિક થયા બાદ કેટલાક લોકોની ધરપકડ કરી છે.
    Published by:kiran mehta
    First published: