સેનેગલઃ પશ્ચિમ આફ્રિકન દેશ સેનેગલની સંસદમાં છેલ્લા ઘણા દિવસથી હંગામા સાથે ચર્ચા થઈ રહી છે. ત્યારે એક મહિલા સાંસદને થપ્પડ માર્યા બાદ મામલો એટલો વધી ગયો કે દેશની સંસદ ભવન થોડીવાર માટે યુદ્ધના અખાડામાં ફેરવાઈ ગયું હતું. હકીકતમાં બજેટ સત્ર દરમિયાન હોબાળાની વચ્ચે વિપક્ષના સાંસદ મસ્તા સાંબેએ શાસક પક્ષ BBYની મહિલા સાંસદ એમી ડાયે નિબી પાસે પહોંચ્યા અને તેમને થપ્પડ મારી દીધી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારબાદ ચારેબાજુ તેની ચર્ચા થવા લાગી હતી.
સત્રને સ્થગિત કરવામાં આવી
આ પહેલાં જ અન્ય એક મહિલા સાંસદે નિબીને આગળ આવતા રોકી અને ફરીથી સેંબ પર ખુરશી ફેંકી હતી. બે સાંસદ વચ્ચે થયેલી આ ઘટનામાં અન્ય સાંસદ પણ એકબીજા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ દરમિયાન સંસદમાં હોબાળો મચી ગયો હતો. સાંસદો એકબીજા સાથે મારામારી, આરોપ અને અપમાનની ઘટના પછી તાત્કાલિક સત્રને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
A Senegalese lawmaker slapped one of his female colleagues in parliament, sparking a debate about violence against women and underscoring tensions in Senegal's politics https://t.co/NKyrAKNoHtpic.twitter.com/i9go50MfxE
જુલાઈની સંસદીય ચૂંટણી પછી સત્તાધારી અને વિપક્ષી રાજકારણીઓ વચ્ચે તણાવ વધી ગયો છે. જેમાં શાસક પક્ષે તેની બહુમતી ગુમાવી દીધી છે. ત્યારે આંશિક ચિંતા વચ્ચે રાષ્ટ્રપ્રમુખ મેકી સેલ 2024માં ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનવાના સપનાં જોઈ રહ્યા છે. સૈલે સ્પષ્ટપણે કહેવાનો ઇનકાર કર્યો છે કે, તે ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડવાનું વિચારી રહ્યો છે કે નહીં. વિપક્ષનું કહેવું છે કે, આ મુદતની મર્યાદા અને અગાઉના વચનોનું ઉલ્લંઘન હશે.
60 વર્ષીય સૈલના સમર્થકો દલીલ કરે છે કે, બંધારણીય સુધારાએ તેમને ફરીથી ચૂંટણી લડવા માટે લાઇન ઊભા કરી દીધા છે. જ્યારે સપ્ટેમબરમાં પહેલીવાર સંસદ બોલાવવામાં આવી હતી, ત્યારે આવી જ ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન સંસદસભ્યો વચ્ચે ગૃહના નેતૃત્વને લઈને વિવાદ થયો હતો.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર