Russian Scientist Killed: વેક્સિન સ્પુતનિક વી બનાવનારા ગ્રુપમાં સામેલ એક રશિયન વૈજ્ઞાનિકની તેમના ઘરમાં હત્યા કરવામાં આવી છે. પોલીસને હત્યારાની માહિતી આપતા જણાવ્યું હતું કે, 29 વર્ષીય યુવકે બોલાચાલી દરમિયાન બોટિકોવને પટ્ટાથી ગળું દબાવીને મારી નાંખ્યો અને ફરાર થઈ ગયો હતો.
મોસ્કોઃ રશિયાની કોરોના વાયરસની વેક્સિન સ્પુતનિક વી (Sputnik V) બનાવવામાં મદદ કરનારા વૈજ્ઞાનિકમાંના એક એન્ડ્રિ બોટિકોવની (Andrey Botikov) તેમના એપાર્ટમેન્ટમાંથી લાશ મળી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, અનુસાર બોટિકોવની પટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાંખી છે. પોલીસે હત્યા મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. રશિયન સમાચાર એજન્સી TASSએ રશિયન સંઘની તપાસ સમિતિના માધ્યમથી કહેવામાં આવ્યું છે કે, ગમાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇકોલોજી એન્ડ મેથેમેટિક્સમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે કામ કરનારા 47 વર્ષીય શ્રી બોટિકોવ ગુરુવારે તેમના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યા હતા.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 2021માં કોરોના વાયરસ વેક્સિન પર કામ કરવા મામલે વાયરોલોજિસ્ટને ઓર્ડર ઓફ મેરિટ ફોર ધ ફાધરલેન્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટ પ્રમાણે, બોટિકોવ એ 18 વૈજ્ઞાનિકોમાંથી એક છે, જેમને 2020માં સ્પુતનિક વી વેક્સિન બનાવી હતી. પોલીસ અધિકારીઓ હત્યારાની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ‘29 વર્ષીય યુવકને બોલાચાલી દરમિયાન બોટિકોવને પટ્ટાથી ગળું દબાવી દીધું હતું અને ફરાર થઈ ગયો હતો. કાનૂન પ્રવર્તન એજન્સીઓએ કહ્યુ હતુ કે, ‘આ હત્યા અંગત અદાવતનું પરિણામ હતું.’
સંઘીય તપાસ એજન્સીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, બોટિકોવનો મૃતદેહ મળ્યા બાદ તરત જ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરવામાં આવી હતી. તપાસ સમિતિએ કહ્યુ હતુ કે, થોડા જ કલાકોમાં હત્યારાનું લોકેશન ટ્રેક કરી દેવામાં આવ્યું હતું. પૂછપરછ દરમિયાન તેણે હત્યાની કબૂલાત કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. કારણ કે, તેના પર ગંભીર આરોપ સાથે કેસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. હાલ તો તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર