Home /News /national-international /પરમાણુ હથિયારો સાથે રશિયન સેનાની મોટી કવાયત, શું હશે પુતિનની આગળની કાર્યવાહી? જાણો

પરમાણુ હથિયારો સાથે રશિયન સેનાની મોટી કવાયત, શું હશે પુતિનની આગળની કાર્યવાહી? જાણો

પરમાણુ હથિયારો સાથે પુતિનની તૈયારી

World Issue: રશિયા તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે દેશની પરમાણુ શક્તિ તપાસી હતી. રાષ્ટ્રપતિ પુતિને એવા સમયે આ પરમાણુ કવાયતની સમીક્ષા કરી છે, જ્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સતત વધી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. પુતિને દ્વારા કરવામાં આવેલી પરમાણુ હથિયારોની કવાયતમાં અનેક પ્રકારની મિસાઇલો સામેલ હતી.

વધુ જુઓ ...
    મોસ્કો: રુસો-યુક્રેન યુદ્ધની વચ્ચે ક્રેમલિન તરફથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની પરમાણુ શક્તિનો તાગ મેળવ્યો છે. તેણે પોતાની ઓફિસમાંથી વિડિયો લિંક દ્વારા પરમાણુ અભ્યાસ નિહાળ્યો હતો. આ સૈન્ય કવાયત દરમિયાન અનેક પ્રકારની બેલેસ્ટિંગ અને ક્રૂઝ મિસાઈલ છોડવામાં આવી હતી. દેશના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઇગુએ કહ્યું કે, રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ હથિયારોના અભ્યાસના સાક્ષી બન્યા હતા. તેણે આ કવાયત એટલા માટે જોઈ કે જો કોઈ દુશ્મન દેશ પરમાણુ હુમલો કરે છે તો તેના જવાબમાં જોરદાર પરમાણુ હુમલો કરી શકાય.

    આ પણ વાંચો:  નોટો પર અલ્લાહને પણ સામેલ કરો..., કેજરીવાલના નિવેદન પર ભાજપ બાદ કોંગ્રેસની ટકોર
     રાષ્ટ્રપતિ પુતિને એવા સમયે આ પરમાણુ કવાયતની સમીક્ષા કરી છે જ્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સતત વધી રહેલા યુદ્ધ વચ્ચે રશિયા યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુતિને ચેતવણી આપી છે કે જો કોઈ રશિયા પર હુમલો કરશે તો તેને રોકવા માટે તમામ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવશે. તેમના નિવેદનને પરમાણુ હથિયારો સાથે જોડવામાં આવી રહ્યું છે.


    સેનાએ આ કવાયત કરી હતી


    માહિતી અનુસાર, પુતિને જે ન્યુક્લિયર વેપન્સ ડ્રીલ જોઈ તેમાં સરફેસ-ટુ-સર્ફેસ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ, સબમરીનથી લોન્ચ કરાયેલી સિનેવા આઈસીબીએમ મિસાઈલ અને Tu-95 સ્ટ્રેટેજિક બોમ્બ, ક્રુઝ મિસાઈલ સામેલ છે. રશિયન સૈન્ય જળ-જમીન-હવામાં પરમાણુ શસ્ત્રોની કવાયત કરે છે. આ રીતે સેનાએ સંદેશ આપ્યો હતો કે, તે પરમાણુ હુમલા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

    રશિયાએ આપી હતી માહિતી - અમેરિકા

    ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કવાયત માટે નિર્ધારિત તમામ લક્ષ્યાંકો હાંસલ કરી લેવામાં આવ્યા છે અને છોડવામાં આવેલી તમામ મિસાઇલો લક્ષ્ય પર પહોંચી છે. તે જ સમયે, અમેરિકાનું કહેવું છે કે રશિયાએ તેને આ કવાયત અંગે અગાઉથી જાણ કરી હતી.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Russia and Ukraine War, Russia ukrain crisis, Vladimir putin

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन