લંડનના એક પ્રાણીસંગ્રહાલયમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક વાઘને વાઘણ પાસે મેટિંગ માટે લાવવામાં આવ્યો પરંતુ ચોંકાવનારી આ ઘટનામાં વાઘે વાઘણની હત્યા કરી દીધી. લંડનના પ્રાણીસંગ્રહાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, સુમાત્રાના વાઘ અસીમને લગભગ 10 દિવસ સુધી અલગ પિંજરામાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મેટિંગ માટે અસીમના પિંજરામાં વાઘણ મેલિતાને લાવવામાં આવી. આ દરમ્યાન બંને હિંસક થઈ ગયા અને તેમાં વાઘણનું મોત નિપજ્યું.
પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓએ બંનેને એક બીજાની હાજરી અને ગંધથી પરિચીત થવા માટે થોડા સમયની રાહ જોઈ જેથી બંને એક સાથે રહી શકે. શુક્રવારે બંનેને એક પિંજરામાં નાખવામાં આવ્યા. જોકે, ત્યારબાદ અસીમે મેલિતા પર હુમલો કરી તેને મારી નાખી.
પ્રાણી સંગ્રહાલયના લોકોને આશા હતી કે, સંકટગ્રસ્ત સુમિત્રન ઉપ-પ્રજાતિ માટે એક યૂરોપ-વ્યાપી વાઘ સંરક્ષણ કાર્યક્રમ હેઠળ બંને પ્રજનન કરશે પરંતુ મેલિતાની મોત બાદ આ આશાનો દુખદ અંત આવી ગયો છે. એક નિવેદનમાં પ્રાણી સંગ્રહાલયે કહ્યું છે કે, અહીં તમામ લોકો આ ઘટનાથી દુખદ છે. મેલાતીના મોતથી અમને ખુબ દુખ પહોંચ્યું છે. હવે અમારૂ ધ્યાન તે મુદ્દા પર છે, કે અમે આ ઘટના બાદ અસીમનું ધ્યાન કેવી રીતે રાખીએ.
પ્રાણી સંગ્રહાલય તરફથી એવી પણ જાણકારી આપવામાં આવી છે કે, વિશેષજ્ઞ સળંગ બંને તરફથી આપવામાં આવતી પ્રતિક્રિયા પર નજર રાખી રહ્યા હતા. અસીમ 10 દિવસ પહેલા આવ્યો હતો અને તેણે બંને એક સાથે રહી શકે તેવા કેટલાક સંકેત પણ આપ્યા હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુલાકાતની શરૂઆતમાં બંનેએ એવો જ વ્યવહાર કર્યો જેવી આશા હતી, પરંતુ થોડી જ મીનિટોમાં બંને હિંસક બની ગયા. ત્યારબાદ બંનેને એકબીજાથી અલગ કરવા માટે એલાર્મ વગાડવામાં આવ્યું, પરંતુ તેની કોઈ અસર ન થઈ. પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ ખુબ મહામહેનતે અસીમને તેના પાંજરામાં ધકેલવા માટે સફળ થયા, જોકે, ત્યાં સુધીમાં 10 વર્ષીય મેલાતીનું મોત થઈ ગયું હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર