Home /News /national-international /પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' બનશે નેપાળના નવા વડાપ્રધાન, કેપી ઓલીના સમર્થનથી રસ્તો થયો સાફ

પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' બનશે નેપાળના નવા વડાપ્રધાન, કેપી ઓલીના સમર્થનથી રસ્તો થયો સાફ

નેપાળને મળશે આ નવા પ્રધાનમંત્રી

Nepal Politics: નેપાળમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે. પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ના નેતૃત્વ હેઠળના માઓવાદી કેન્દ્રે શાસક સંગઠન સાથેના સંબંધો તોડી નાખ્યા છે. દહલે રવિવારે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી સાથે મુલાકાત કરી અને પીએમ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. જણાવી દઈએ કે, દહલને વિપક્ષી પાર્ટી CPN-UMLનું સમર્થન મળ્યું છે. તેની સાથે અન્ય ઘણી નાની પાર્ટીઓ પણ તેની સાથે હાથ મિલાવવા તૈયાર થઈ છે.

વધુ જુઓ ...
કાઠમંડુ: નેપાળમાં સરકારની રચનાને લઈને ચાલી રહેલી મડાગાંઠ હવે પૂરી થઈ ગઈ છે. માઓવાદી નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડ નેપાળના આગામી વડાપ્રધાન બનશે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રચંડને દેશના નવા પીએમ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચો: નેપાળની ચૂંટણીમાં બોલીવુડની એક્ટ્રેસ પ્રચાર કરવા જશે, હિન્દુ સમર્થક પાર્ટીને મત આપવા કરી અપીલ

પ્રચંડ રવિવારે રાષ્ટ્રપતિ ભંડારીને મળ્યા અને પીએમ પદ માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો. પ્રચંડની પાર્ટી માઓઇસ્ટ સેન્ટર નેપાળની સંસદમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. વિપક્ષ CPN-UML અને અન્ય નાના પક્ષો રવિવારે CPN-Maoist Center (CPN-MC) ના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ને સમર્થન આપવા સંમત થયા હતા. આ સાથે પ્રચંડ માટે નેપાળના આગામી વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

વિપક્ષોએ પ્રચંડને સમર્થન આપવાનું નક્કી કર્યું

પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળ CPN-UML, CPN-MC, રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) અને અન્ય નાના પક્ષોની બેઠક અહીં યોજાઈ હતી. બેઠકમાં તમામ પક્ષો 'પ્રચંડ'ના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે સહમત થયા હતા. CPN-MCના મહાસચિવ દેબ ગુરુંગે કહ્યું કે, CPN-UML, CPN-MC અને અન્ય પક્ષો રાષ્ટ્રપતિ કાર્યાલય 'શીતલનિવાસ'માં જઈને બંધારણની કલમ 76(2) હેઠળ 165 સાંસદોની સહીઓ સાથે પ્રચંડના પદ માટે ઉમેદવારી નોંધાવવા માટે તૈયાર છે. ગુરુંગે જણાવ્યું કે, રાષ્ટ્રપતિને સોંપવા માટે એક સમજૂતી પત્ર પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ચીનની જાસૂસી વિંગમાં નેપાળી અને તિબેટિયનોની ભરતી, આ જવાનોને આપી આ ખાસ ટાસ્ક

સંસદમાં પક્ષોની આ છે સ્થિતિ

ઓલીના નિવાસ સ્થાન બાલાકોટ ખાતે યોજાયેલી બેઠકમાં પૂર્વ વડાપ્રધાન ઓલી ઉપરાંત પ્રચંડ, આરએસપી પ્રમુખ રવિ લામિછાણે, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના વડા રાજેન્દ્ર લિંગડેન, જનતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અશોક રાય અને અન્ય લોકોએ ભાગ લીધો હતો. પ્રચંડ અને ઓલી વચ્ચે વૈકલ્પિક રીતે (રોટેશનના આધારે) સરકારનું નેતૃત્વ કરવા માટે સમજૂતી થઈ છે અને ઓલીએ પ્રચંડને પ્રથમ વડાપ્રધાન બનાવવા માટે પોતાની સંમતિ દર્શાવી છે. નવા ગઠબંધનને 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં 165 સભ્યોનું સમર્થન છે, જેમાં CPN-UMLના 78, CPN-MCના 32, RSPના 20, RPPના 14, JSPના 12, JSPના છ સભ્યોનો સમાવેશ થાય છે. જનમત અને સિવિલ લિબરેશન પાર્ટીના ત્રણ સભ્યો સામેલ છે.
First published:

Tags: Nepal, Politics News

विज्ञापन