PM મોદીનું કદ વધ્યું, ટ્રમ્પ, પુતિન અને આબે જોડે બેઠા

News18 Gujarati
Updated: June 28, 2019, 9:08 PM IST
PM મોદીનું કદ વધ્યું, ટ્રમ્પ, પુતિન અને આબે જોડે બેઠા
બીજી વખત અભૂતપૂર્વ જીત બાદ પીએમ મોદીનું કદ વધી ગયું છે.

પીએમની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે, આ સંમેલનમાં લગભગ તમામ દેશ તેમની સાથે દ્વીપક્ષિય બેઠક કરવા માંગે છે. પરંતુ વ્યસ્તતા વધારે હોવાના કારણે તે કેટલાક દેશોના આગ્રહને સ્વીકાર ન કરી શક્યા

  • Share this:
જાપાનના ઓસાકામાં ચાલી રહેલા જી-20 સમ્મેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની સાથે ત્રિપક્ષિય બેઠક કરી. તેમાં હિંદ-પ્રશાંત વિસ્તારમાં પહોંચ્યા, પાયાના વિકાસમાં સુધાર અને અન્ય મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી. જી-20 સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજુ-બાજુ દુનિયાની મહાશક્તિઓ જોવા મળી રહી હતી.

પીએમ મોદી જ્યારે જી-20 સમિટ માટે બેઠા તો, તેમની બાજુમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે અને રશિયાના વ્લાદિમીર પૂતિન બેઠા હતા. અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પણ પીએમ મોદીની આસ પાસ જોવા મળી રહ્યા હતા. આ બધાને જોઈ એવું કહી શકાય કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક સ્તર પર ભારતનું માન વધાર્યું છે.

લોકસભા ચૂંટણીમાં બીજી વખત અભૂતપૂર્વ જીત બાદ પીએમ મોદીનું કદ વધી ગયું છે. જી-20 સમિટમાં લગભગ તમામ તાકાતવર દેશોના પ્રમુખોએ મોદીને શુભકામના પાઠવી. ત્યાં પીએમ મોદીને લઈ આતુરતા પણ જોવા મળી.

પીએમની લોકપ્રિયતાનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે, આ સંમેલનમાં લગભગ તમામ દેશ તેમની સાથે દ્વીપક્ષિય બેઠક કરવા માંગે છે. તેના માટે કેટલાક લોકોએ પીએમ મોદીને અનુરોધ પણ કર્યો, પરંતુ વ્યસ્તતા વધારે હોવાના કારણે તે કેટલાક દેશોના આગ્રહને સ્વીકાર ન કરી શક્યા. જોકે, આ દેશો સાથે પીએમ મોદી ઔપચારિક બેઠક કરી શકે છે.

પીએમ મોદી અને ટ્રમ્પની બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વીપક્ષિય વ્યાપાર સહિત વિભિન્ન મુદ્દાઓ પર ખુલ્લા માહોલમાં અને સાર્થક વાતચીત કરી. આ દરમ્યાન બંને નેતાઓએ આતંકવાદ જેવા પ્રમુખ વૈશ્વિક પડકારને પહોંચીવળવા માટે વિશ્વને મજબૂત નેતૃત્વ પ્રદાન કરવાનો સંકલ્પ દર્શાવ્યો.
First published: June 28, 2019
વધુ વાંચો
अगली ख़बर