Home /News /national-international /'પ્લીજ મારો જીવ બચાવો, હું તમારો ગુલામ બની જઈશ..' ભૂકંપ બાદ સીરિયન બાળકનો ચોંકાવનારો વીડિયો
'પ્લીજ મારો જીવ બચાવો, હું તમારો ગુલામ બની જઈશ..' ભૂકંપ બાદ સીરિયન બાળકનો ચોંકાવનારો વીડિયો
ભૂકંપ બાદ બાળકનો ચોંકાવનારો વીડિયો
તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલા તીવ્ર ભૂકંપ (Turkey Earthquake) બાદ કાટમાળમાં લોકોની શોધ કરવામાં આવી રહી છે. બંને દેશોમાં હજારો ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. સીરિયામાં કાટમાળમાંથી બે બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
દમાસ્કસ: તુર્કી અને સીરિયાની (Turkey Earthquake) સરહદ પર આવેલા ભયાનક ભૂકંપના (Deadly Earthquake) કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સીરિયામાંથી (Syria) એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. અહીં 4000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 5500 થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. ઉપપ્રમુખ નજહ અલ-અત્તારે કહ્યું છે કે, અમે કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહ્યા છીએ, આથી મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન, રાહત અને બચાવકર્મીઓને કાટમાળના ઢગલામાં બે માસૂમ બાળકોને જોવા મળે છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં માસૂમ બાળક પોતાના બચાવનારને કંઈક કહી રહ્યા છે. આ સંવાદ પણ કરુણ છે. વાયરલ વીડિયોમાં કાટમાળ નીચે દટાયેલો બાળક કહે છે, 'પ્લીજ મારો જીવ બચાવો, મને બહાર કાઢો, હું તમારો ગુલામ બની જઈશ..' સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ નાજુક છે. ત્યાં કાટમાળના ઢગલામાં લોકોની શોધ કરવામાં આવી રહી છે. ધરતીકંપ પછી આવતા હળવા આફ્ટરશોક્સને કારણે પૃથ્વી વારંવાર ધ્રૂજી રહી છે.
બંને દેશોમાં રાહત અને બચાવ કાર્ય
સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે અને 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. અહીં સર્વત્ર મોતનો શોક ફેલાયો છે. કાટમાળમાં જીવતા દટાયેલા લોકોની શોધ કરવામાં આવી રહી છે.
“Pull me out and I will do whatever you want, I will be your servant!”
જણાવી દઈએ કે, સોમવારે વહેલી સવારે તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે બંને દેશોમાં અત્યાર સુધીમાં 5000થી વધુ લોકોના મોત થયા છે અને 20 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે બંને દેશોમાં હજારો ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળમાં હવે જીવતા લોકોની શોધ કરવામાં આવી રહી છે. અહીં સર્વત્ર મોતનો માતમ છવાય ગયો છે, જોકે આ કાટમાળમાંથી નાના બાળકોની બૂમો પણ સંભળાતી હતી.
અહીં રાહત અને બચાવ ટીમને એક ઈમારતના કાટમાળ નીચે ચમત્કારિક રીતે જીવંત નવજાત મળી આવ્યું છે. આ બાળકને કાટમાળમાંથી બહાર કાઢવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ નાનકડા વિડિયોમાં, આપણે એક બચાવકર્તાને જોઈ શકીએ છીએ, જે એક નવજાત બાળકને બચાવવા કાટમાળમાંથી બહાર કાઢે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર