Home /News /national-international /પાકિસ્તાનઃ પેશાવર બાદ ક્વેટામાં પોલીસ ચેકપોસ્ટ પાસે બોમ્બ વિસ્ફોટ, 2 સુરક્ષાકર્મીઓ સહિત 5 લોકો ઘાયલ

પાકિસ્તાનઃ પેશાવર બાદ ક્વેટામાં પોલીસ ચેકપોસ્ટ પાસે બોમ્બ વિસ્ફોટ, 2 સુરક્ષાકર્મીઓ સહિત 5 લોકો ઘાયલ

પેશાવરમાં વધુ એક બ્લાસ્ટ થયો છે.

Pakistan Bomb Blast: પાકિસ્તાનના કચ્છી જિલ્લામાં ક્વેટા-સિબી નેશનલ હાઈવે નજીક એક જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. એફસી મુસા ચોકી પાસે થયેલા વિસ્ફોટમાં બે સુરક્ષાકર્મીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે.

ક્વેટા: પાકિસ્તાનના કચ્છી જિલ્લામાં ક્વેટા-સિબી નેશનલ હાઈવે નજીક એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો છે.. અહેવાલ મુજબ, એફસી મુસા ચોકી પાસે વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ લોકો ઘાયલ થયા છે. ત્યારે ડોન અખબાર અનુસાર, રસ્તાની બાજુમાં થયેલા વિસ્ફોટમાં બે સુરક્ષાકર્મી પણ ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ સૌથી સુરક્ષિત વિસ્તાર ગણાતા પોલીસ હેડક્વાર્ટર અને ક્વેટા છાવણીની નજીક થયો હતો.

સર્ચ ઓપરેશન શરૂઃ અધિકારી


ડોનના અહેવાલ પ્રમાણે, અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ‘વિસ્ફોટ સમયે ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો એક અધિકારીના વાહનની રક્ષા કરી રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. ત્યારે વિસ્ફોટ પછીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પરંતુ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંપૂર્ણ વિગતો હજી મળી શકી નથી, હજુ વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.’


ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ પેશાવરની એક મસ્જિદ પર પણ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તે હુમલામાં 101 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના (97) પોલીસકર્મીઓ સામેલ હતા. આ હુમલાઓ પાકિસ્તાની તાલિબાન દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેને તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હુમલાઓમાં આ આતંકવાદી સંગઠનો નાગરિકોને નહીં પરંતુ પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ અને સેનાના જવાનોને નિશાન બનાવી રહ્યા છે.
First published:

Tags: Pakistan news, Suicide Bomb Blast

विज्ञापन