વિશ્વની જનસંખ્યા 7.8 અબજ, લોકડાઉનમાં છે 3.4 અબજ લોકો, જાણો - coronaના મહત્વના આંકડા

News18 Gujarati
Updated: March 31, 2020, 5:55 PM IST
વિશ્વની જનસંખ્યા 7.8 અબજ, લોકડાઉનમાં છે 3.4 અબજ લોકો, જાણો - coronaના મહત્વના આંકડા
લોકડાઉનમાં છે 3.4 અબજ લોકો

અમેરિકા અને ઈટલી જેવા દેશોમાં તો આ અંતર્ગત મોતના આંકડાઓમાં પણ વૃદ્ધિ થઈ રહી છે.

  • Share this:
ચીનના વુહાન શહેરના મીટ બજારમાંથી દુનિયાભરમાં ફેલાયેલો કોરોના વાયરસ હાલમાં પુરી દુનિયામાં કહેર વરસાવી રહ્યો છે. અમેરિકા અને ઈટલી જેવા દેશોમાં તો આ અંતર્ગત મોતના આંકડાઓમાં પણ વૃદ્ધિ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, દુનિયાની હાલની અંદાજીત જનસંખ્યા 7.8 અબજ છે. તેમાંથી કોરોના વાયરસના કારણે વિભિન્ન દેશોમાં થયેલા લોકડાઉનની ચપેટમાં 3.4 અબજ લોકો છે. મતલબ એ છે કે, દુનિયાની અડધી વસ્તી ઘરમાં રહેવા મજબૂર થઈ છે.

કોરોના સંક્રમણ પર દેશ-દુનિયાના મહત્વના આંકડા

1. દુનિયામાં 183 દેશ કોરોના વાયરસ સંક્રમણના શિકાર છે

2. વિશ્વમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 7, 96, 397 છે.

3. દુનિયામાં 38, 576 લોકોના મોત અત્યાર સુધીમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે થઈ ચુક્યા છે4. દુનિયામાં કોરોના વાયરસથી સંક્રમિત થઈ સાજા થઈ ચુકેલા લોકોની સંખ્યા 1, 69, 218 છે.

5. ચીનમાં ડિસેમ્બર 2019ના રોજ પહેલી વખત કોરોના વાયરસ સંક્રમણ સામે

6. ઈટલીએ કોરોના વાયરસ સંક્રમણને જડમૂળથી ખતમ કરવા માટે લોકડાઉનના સમયગાળાને એપ્રિલના મધ્ય સુધી વધારી દીધો છે. અહીં આ સંક્રમણના કારણે દુનિયાભરમાં સર્વાધિક 11, 591 લોકોના મોત થઈ ચુક્યા છે.

7. જી-20 દેશોએ કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને બહાર લાવવા માટે 5 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

8. અમેરિકામાં સોમવારે 573 લોકોનું આ સંક્રમણના કારણે મોત થઈ ચુક્યું છે. ત્યારબાદ કુલ મોતનો આંકડો વધીને 3156 પહોંચી ગયો છે. અહીં, 163000થી વધારે લોકો સંક્રમણનો શિકાર છે.

9. સ્પેનમાં કોરોના વાયરસની ચપેટમાં અત્યાર સુધીમાં 8,189 લકોના મોત થઈ ચુક્યા છે. પુષ્ટ મામલાની કુલ સંખ્યા વધીને 94417 થઈ ગઈ છે.

10. ઈરાનમાં કોરોના વાયરસથી મૃતક સંખ્યા 2, 898 થઈ ગઈ છે.

11. ભારતમાં અત્યાર સુધીમાં 1315 કેસ સામે આવ્યા છે. તેમાંથી 1176 એક્ટિવ કેસ છે એટલે કે, તેમની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં દેશમાં 37 લોકોના મોત થઈ ચુક્યા છે.

12. બ્રિટનમાં 22 હજારથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત છે. અહી 1408 મોત થઈ ચુક્યા છે.
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading