ભારતની મોટી ફૂટનીતિક જીત, નેપાળે વિવાદિત નકશા પર પ્રતિબંધ લગાવ્યો

માનવામાં આવી રહ્યું છે કે આ પ્રતિબંધ ચીની રાજદૂત હોઉ યાંગકીની ઉશ્કેરણીનું કારણ છે. હોઉ યાંગકી અને નેપાળના ટોપ નેતાઓ વચ્ચે બેઠકોનો દોર વધી રહ્યો છે. ચીની રાજદૂતે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન અને નેપાળ કમ્યૂનિસ્ટ પાર્ટીના ચેરમેન પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડથી મુલાકાત કરી હતી. આ નેપાળી મીડિયાના હવાલેથી પૂર્વ ઉપ વડાપ્રધાન અને એનસીપી પ્રવક્તા નારાયણકાજીએ ભારતીય મીડિયાને ખરીખોટી સંભળાવી હતી.

નેપાળ તરફથી થોડા દિવસો પહેલા જાહેર કરાયેલા વિવાદિત નકશાને લઈને ભારતની ફૂટનીતિક જીત થઈ છે

 • Share this:
  નવી દિલ્હી : નેપાળ (Nepal) તરફથી થોડા દિવસો પહેલા જાહેર કરાયેલા વિવાદિત નકશા (Nepal Map)ને લઈને ભારતની ફૂટનીતિક જીત થઈ છે. નેપાળે બુધવારે પોતાના આ વિવાદિત નકશા પર પ્રતિબંધ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નેપાળ કોંગ્રેસના દબાણમાં ત્યાંની સરકારે પોતાના પગલાં પાછા ખેંચ્યા છે.

  નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાલ કોંગ્રેસે સર્વદળીય બેઠકમાં મંગળવારે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને એ વાતથી અવગત કરાવ્યા હતા કે આ મામલામાં તેને થોડો વધારે સમય જોઈએ. આ પછી સંવિધાન સંશોધન બિલને સંસદની કાર્યસૂચિમાંથી હટાવી લીધું હતું. તેને સંસદમાં બે તૃતિયાંશ સમર્થન જોઈએ.

  બંને દેશોની વચ્ચે સંબધોમાં ત્યારે તણાવ આવ્યો કે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 મેના રોજ ઉત્તરાખંડના લિપુલેખ દર્રેને ધારચુલાની સાથે જોડતી રણનીતિક રુપથી મહત્વપૂર્ણ 80 કિલોમીટર લાંબા રસ્તાનું ઉદ્દઘાટન કર્યું હતું. નેપાળે આ રસ્તાના ઉદ્ધાટન પર તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ નેપાળ સરહદમાંથી પસાર થઈને જાય છે. ભારતે તેના દાવાને ફગાવતા કહ્યું હતું કે આ રસ્તો પૂરી રીતે અમારી સરહદમાં છે.

  આ પણ વાંચો - ભારત-ચીન સરહદ વિવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર

  જણાવી દઈએ કે નેપાળ સરકારે ગત અઠવાડિયામાં નેપાળનો સંશોધિત રાજનીતિક અને પ્રશાસનિક નકશો જાહેર કર્યો હતો. જેમાં લિંપિયાધુરા, લિપુલેખ અને કાલાપાનીને પોતાના ભૂ-ભાગમાં દર્શાવ્યો હતો. જેના પર નારાજગી વ્યક્ત કરતા ભારતે નેપાળને સ્પષ્ટ રુપથી કહ્યું હતું કે તે પોતાના ભૂ-ભાગના દાવાને બિનજરુરી હવા ન આપે અને માનચિત્ર દ્વારા બિન જરુરી દાવા કરવાથી બચે.

  નેપાળના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર ગ્યાવલીએ કહ્યું હતું કે અમારા દેશનો ભારત સાથે વિશિષ્ટ નજીકનો સબંધ છે અને અમને વિશ્વાસ છે કે બંને પડોશીઓ વચ્ચે કાલાપાનીના મુદ્દે વાતચીત દ્વારા સમાધાન કરવામાં આવશે. ગ્યાવલીએ કહ્યું હતું કે સરહદ વિવાદ નવો નથી. આ ઈતિહાસનો વણઉકેલ્યો, લંબિત મુદ્દો છે જે અમને વારસામાં મળ્યો છે. આ એક બોઝ છે અને જેટલો ઝડપી અમે આને ઉકેલી લઈશું એટલું ઝડપી અમે અમારી નજર ભવિષ્ય પર જમાવી શકીશું.

  Published by:Ashish Goyal
  First published: