Home /News /national-international /

પશ્ચિમ સહારામાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 42 લોકોના મોતની આશંકા

પશ્ચિમ સહારામાં પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, 42 લોકોના મોતની આશંકા

પ્રતિકાત્મક તસવીર

અકસ્માતમાં બચી ગયેલા 10 લોકોમાંથી એક સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસ કરનારાઓનું એક જૂથ સ્પેનના કેનેરી ટાપુઓ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હતું

    બાર્સેલોના : પશ્ચિમ સહારાના દરિયાકાંઠાના શહેર ડાખલાથી પરપ્રાંતિયોથી ભરેલી એક હોડી પલટી ગઈ છે, જેમાં 30 મહિલાઓ અને આઠ બાળકો સહિત 42 જેટલા મુસાફરોના મોત થયા છે. સ્પેનિશ અધિકાર કાર્યકરોએ આ માહિતી આપી હતી. બિનસરકારી સંસ્થા વોલ્કિંગ બોર્ડરની સ્થાપક હેલેના માલેનોએ ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું હતું કે, તેણે અકસ્માતમાં બચી ગયેલા 10 લોકોમાંથી એક સાથે વાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસ કરનારાઓનું એક જૂથ સ્પેનના કેનેરી ટાપુઓ પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

    ડાખલામાં હાજર મોરોક્કન અધિકારીઓએ આ સંદર્ભમાં હજી સુધી કોઈ ટિપ્પણી કરી નથી. જો કે, સ્થાનિક મીડિયા અનુસાર, ગુરુવારે દરિયા કિનારેથી 12 મૃતદેહો મળી આવ્યા હતા જ્યારે 10 લોકોને માછીમારોએ બચાવી લીધા હતા.

    આ પણ વાંચોઅમદાવાદ : વ્યવસાયમાં વ્યસ્ત માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, આયાએ ગોઠવી ખતરનાક માયા, ફૂટ્યો ભાંડો

    નોંધનીય છે કે મોરોક્કોએ 1975માં પશ્ચિમી સહારા પ્રદેશને જોડ્યો હતો અને ત્યારથી તે આ વિવાદિત વિસ્તાર પર દાવો કરી રહ્યો છે.

    આ પણ વાંચોચેતવણી! મોબાઈલ પર વાત કરતા-કરતા યુવક 120 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો, ઘટનાસ્થળે જ મોત

    ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના મે મહિનામાં ભારતમાં થઈ હતી. તૌકતે વાવાઝોડા સમયે તૌકતે વાવાઝોડાના કારણે 2 જબાજ મુંબઈથી 150 કિલોમીટર દુર હીરા ઓઈલ ફિલ્ડ પાસે દરિયામાં ફસાઈ હતી. આ બંને જહાજમાં અંદાજે 273 લોકો સવાર હતા. આ તમામ લોકોને બચાવવા માટે INS કોચ્ચી અને INS તલવાર મોકલવામાં આવ્યું છે. જેના દ્વારા હાલ 140 લોકો બચાવી લેવામાં આવ્યાં હતા. આ દુર્ઘટનામાં જહાજમાં સવાર કેટલાક લોકોના મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, દરીયામાં ક્યારેક કુદરતી આફત આવતા અનેક વખત આ પ્રકારની અકસ્માતન ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં અનેક લોકોના મોત થયા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Boat, Fishing boat, Rest of world

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन